ETV Bharat / opinion

કોરોના સંકટ વચ્ચે અપાયેલી સરકારની આર્થિક સહાય પણ અપૂરતી સાબિત થઈ

author img

By

Published : May 10, 2021, 10:49 PM IST

કોરોનાની પરિસ્થિતિના કારણે આજે ધંધાર્થીની કમર પર ફટકો પડ્યો છે. આથી, વ્યવસાયીઓ, નોકરિયાતો અને વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને તેના કારણે તેમના પર નભતા પરિવારો કફોડી સ્થિતિમાં આવી ગયા છે. આથી, અત્યાર સુધી સારા વ્યવસાયમાં કામ કરી રહેલા લોકો બેકાર થઈ ગયા છે.

કોરોના સંકટ વચ્ચે અપાયેલી સરકારની આર્થિક સહાય પણ અપૂરતી સાબિત થઈ
કોરોના સંકટ વચ્ચે અપાયેલી સરકારની આર્થિક સહાય પણ અપૂરતી સાબિત થઈ

  • કોરોનાને કારણે અત્યાર સુધી મોટા વ્યવસાયમાં કામ કરી રહેલા લોકો બેકાર થયા
  • ભારતના ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર 7.13 ટકા સુધી પહોંચ્યો
  • MSME સેક્ટરને વિકસાવામાં આવે તો 12 કરોડો લોકોને રોજગારી મળશે

ન્યૂઝ ડેસ્ક: દેશમાં હવે તો રોજના 4-4 લાખ કોરોના કેસ આવી રહ્યા છે. ત્યારે, બીજી બાજુ અનેક ક્ષેત્રોમાં ઔદ્યોગિક એકમો પણ બરબાર થઈ રહ્યા છે. વ્યવસાયીઓ, નોકરિયાતો અને વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને તેના કારણે તેમના પર નભતા પરિવારો કફોડી સ્થિતિમાં આવી ગયા છે. આથી, અત્યાર સુધી સારા વ્યવસાયમાં કામ કરી રહેલા લોકો બેકાર થઈ ગયા છે. તેમણે હવે બીજા નાના મોટા કામ કરીને ગુજરાત ચલાવવાનો વારો આવ્યો છે. કુટુંબનું ભરણપોષણ કરવા માટે માણસે જે પણ મળે તે કામ કરીને રોજીરોટી મેળવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.

આત્મનિર્ભર પેકેજમાં ન મળી રાહત

માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઇઝ (MSME)ને બહુ મોટી આશા હતી કે, આત્મનિર્ભર પેકેજ જાહેર થયું તેના કારણે તેમને થોડી રાહત મળશે. પરંતુ, સરકારી સહાયની આશા છગારીનીવડી છે. તેના કારણે અનેક MSME એકમોને તાળાં પણ લાગ્યાં છે. સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલ અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર 7.13 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે, શહેરોમાં તે તેમનાથી પણ ઊંચો 9.78 ટકાનો થયો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી દ્વારા પ્રધાનમંત્રી આવસ-ગ્રામીણ યોજના અંતર્ગત આર્થિક સહાયની જાહેરાત

દુકાનદારોને કારણે 5 કરોડથી વધુ લોકોને દેશમાં રોજગારી

રિટેલ બિઝનેસ એટલે કે નાના દુકાનદારોને કારણે 5 કરોડથી વધુ લોકોને દેશમાં રોજગારી મળે છે. પરંતુ, તેની હાલત સૌથી વધારે ખરાબ છે. કોરોનાનો બીજો તબક્કો ઉગ્ર બન્યો છે ત્યારે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) એ વધારે નાણાંકીય છૂટછાટ અને રાહતની જાહેરાતો કરી છે. પરંતુ, તે પૂરતું થાય તેમ નથી. વેપાર સાવ અટકી ન પડે તેને ધ્યાનમાં રાખીને RBIએ લોન રિપેમેન્ટ (હપ્તા ચૂકવવાની) મુદ્દતમાં વધારો પણ કરી આપ્યો છે. દેશમાં MSME સેક્ટર કરોડરજ્જુ સમાન છે અને તેને યોગ્ય રીતે વિકસવા દેવામાં આવે તો 12 કરોડો લોકોને રોજગારી આપી શકે છે. પરંતુ, તેને કાયમ ભંડોળની, ધિરાણની સમસ્યા હોય છે. ધિરાણ મળ્યું હોય તો તેના વ્યાજનો બોજ હોય છે. સરકારી દેવાં અને બીજા બોજ પણ આવતા હોય છે. આ બધી સમસ્યાઓ હળવી કરવામાં આવે તો જ લઘુ ઉદ્યોગો ટકી શકે તેમ છે.

નાના એકમો બંધ થઈ ગયા એટલે તેમની રોજીરોટી છીનવાઈ

ગયા વર્ષે વિચાર્યા વગર લૉકડાઉન નાખી દેવામાં આવ્યું હતું. તેના કારણે બિનસંગઠિત ક્ષેત્રના રોજમદારો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. આ ઉપરાંત, નાના એકમો બંધ થઈ ગયા એટલે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. તે પછી, તેમણે છૂટક મજૂરીઓ કરીને જેમતેમ બે ટંક ભેગા કરવાનો વારો આવ્યો છે. હાલ, અગાઉ કરતાં મજૂરી મળતી ઓછી થઈ ગઈ છે. આવક ઘટી ગઈ અને પરિવારનું પાલન કરવા ફાંફા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. બીજા તબક્કામાં હવે ફરીથી નાના દુકાનદારો, લઘુ ઉદ્યોગોને ફટકો પડ્યો છે ત્યારે રોજમદારો હેરાન પરેશાન છે. ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની ખાતરી હેઠળ અમુક દિવસો કામ મળે છે. પરંતુ, શહેરમાં સરકારે લઘુતમ રોજગારીની કોઈ યોજના આપી નથી.

આ પણ વાંચો: ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે

શિક્ષિત યુવાનોને તાલીમ આપવામાં આવે તો 5 કરોડ જેટલી રોજગારી પેદા કરી શકાય

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં ભલામણ કરવામાં આવી હતી કે, શિક્ષિત યુવાનોને વ્યવસાયી તાલીમ આપવામાં આવે તો 5 કરોડ જેટલી રોજગારી પેદા કરી શકાય છે. આવી રીતે જે તાલીમી વિદ્યાર્થીઓ તરીકે જોડાઈ તેને મહિને 13,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવાની ભલામણ પણ કરી હતી. શહેરમાં પાયાની સુવિધા અને સેવાઓ સારી રીતે થઈ શકે અને યુવાનોને રોજગારી મળે તે રીતે રોજગારી ગેરન્ટી યોજના લાગું કરવામાં આવે તો તેનાથી દેશને અનેક રીતે ફાયદો થશે.

કુટુંબોને 5 કિલો અનાજ આપવાની યોજના

રોજગારી ન ધરાવતા હોય તેવા કુટુંબોને 5 કિલો અનાજ આપવાની યોજના લંબાવવામાં આવી તે વખાણવા યોગ્ય છે. તેના કારણે 80 કરોડ લોકોને કમસે કમ ભોજન મળી રહેશે. આ યોજનાના સાચા લાભાર્થીઓ સુધી તે લાભ પહોંચે તે પણ સરકારે જોવું જોઈએ. ગરીબી વધે નહીં અને ભૂખમરા જેવી સ્થિતિ ન આવે તે માટે સરકારે યોજનાબદ્ધ રીતે બેરોજગારી ઘટાડવી જોઈએ અને રોજગારીની તકો વધે તે માટે કામ કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.