ETV Bharat / opinion

ટેસ્ટ અને ટેસ્ટથી પ્રેરિત ડેટાથી જ વ્યાપક ચિત્ર રજૂ થશેઃ ICMRના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર ડૉ.સુજીત કુમાર ભટ્ટાચાર્ય - કોરોના વાયરસ સલામતી

જાણીતા ફિઝિશિયન અને ઇમ્યુનોલોજી અને માઇક્રોબાયોલોજીના ક્ષેત્રના નિષ્ણાત ડૉ.સુજીત કુમાર ભટ્ટાચાર્ય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર છે અને સાથે જ તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેરા એન્ડ એન્ટરિક ડિસીઝ (NICED)ના ભૂતપૂર્વ ડિરેક્ટર પણ છે. HIV-એઇડ્સ અને ચેપી રોગોના નિષ્ણાંત ડૉ. ભટ્ટાચાર્ય ફેલો ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સિઝ (ભારત) પણ છે. ETV BHARATના દિપાંકર બોઝ સાથેની એક ખાસ મુલાકાતમાં ડૉ.ભટ્ટાચાર્યએ કોવિડ-19 મહામારી અને ભારત ઉપર તેના પ્રભાવ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા.

ETV BHARAT
ટેસ્ટ અને ટેસ્ટથી પ્રેરિત ડેટાથી જ વ્યાપક ચિત્ર રજૂ થશેઃ ICMRના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર ડૉ.સુજીત કુમાર ભટ્ટાચાર્ય
author img

By

Published : May 10, 2020, 5:18 PM IST

ન્યૂઝ ડેસ્કઃ જાણીતા ફિઝિશિયન અને ઇમ્યુનોલોજી અને માઇક્રોબાયોલોજીના ક્ષેત્રના નિષ્ણાત ડૉ.સુજીત કુમાર ભટ્ટાચાર્ય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર છે અને સાથે જ તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેરા એન્ડ એન્ટરિક ડિસીઝ (NICED)ના ભૂતપૂર્વ ડિરેક્ટર પણ છે. HIV-એઇડ્સ અને ચેપી રોગોના નિષ્ણાંત ડૉ. ભટ્ટાચાર્ય ફેલો ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સિઝ (ભારત) પણ છે. ETV BHARATના દિપાંકર બોઝ સાથેની એક ખાસ મુલાકાતમાં ડૉ.ભટ્ટાચાર્યએ કોવિડ-19 મહામારી અને ભારત ઉપર તેના પ્રભાવ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા. આ ઇન્ટરવ્યૂના અંશો આ પ્રમાણે છેઃ

પ્રશ્નઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો કોરોના વાઇરસ માટે નવી રસી વિકસાવવા ક્ષેત્રે કાર્યરત છે. જો તે રસી અસરકારક પુરવાર થાય, તો કોરોના વાઇરસની સલામત રસી આ ઘાતક મહામારીની વિદાય માટેની રણનીતિ પૂરી પાડી શકે તેમ છે. સંશોધકો જણાવી ચૂક્યા છે કે, તેમની પાસે SARS-CoV-2ની જિનોમ સિક્વન્સ ઉપલબ્ધ છે અને તેઓ એન્ટિજન વિકસાવવા માટે DNA ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. શું તમને આ પ્રયત્ન આશાસ્પદ જણાય છે?

હા, ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો કોવિડ-19 સામેની રસી વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. તેઓ બે તંદુરસ્ત વ્યક્તિઓને રસી આપી ચૂક્યા છે અને પ્રતિસાદની રાહ જોઇ રહ્યા છે. આ પ્રથમ તબક્કાની ટ્રાયલ છે, જેમાં સલામતી અને ઓછા અંશે, અસરકારકતા તપાસવામાં આવશે. બહોળા પ્રમાણમાં વોલન્ટીયર્સ વધુ ટ્રાયલ્સ માટે તૈયાર છે. ટ્રાયલ કોઓર્ડિનેટર અથવા પી.આઇ.એ બાબતે આશાવાદી છે કે, તેમાં સફળતા મળશે (80 ટકા). એક વખત સફળતા મળ્યા પછી રસીનું મોટાપાયે ઉત્પાદન કરવું જરૂરી છે અને તેમાં, ભારત એક ભાગીદાર છે. સૌપ્રથમ રસી બ્રિટનના નાગરિકોને આપવામાં આવશે અને પછી બાકીના વિશ્વને આપવામાં આવશે. આપણે ચોક્કસ પરિણામો માટે રાહ જોવી પડશે.

પ્રશ્નઃ ICMRએ જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ-19 માટેનો પોઝિટિવિટી રેટ આશરે 4.5 ટકા છે અને તે વળાંક અત્યારે સપાટ થવા તરફ છે. શું આ વાત સાથે તમે સંમત છો?

હા. સંમત ન થવા માટે કોઇ કારણ નથી. જો કે, આપણે સેમ્પલ સાઇઝ અને તે પૂરતું પ્રતિનિધિત્વ કરે છે કે કેમ, તે યાદ રાખવું જોએ. કોઇપણ તારણ પર આવતાં પહેલાં તેના પર નજર નાખવી જરૂરી છે. આપણે ધારણાત્મક તારણો ધરાવી શકીએ નહીં.

પ્રશ્નઃ શું તમને લાગે છે કે, સમગ્ર ભારતમાં ખાસ કરીને ગામડાંઓમાં વધુ ટેસ્ટ હાથ ધરાવા જોતા હતા અને ટેસ્ટિંગ એટલું સઘન ધોરણે હાથ ન ધરાવવાના કારણે આપણે વાસ્તવિક ચિત્ર નથી મેળવી રહ્યા?

હા, એ સાચું છે. ટેસ્ટિંગ કિટ્સની ઉપલબ્ધતા, વસ્તી સુધીની પહોંચ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, વગેરે પરિબળો પર ધ્યાન આપવું જરૂરી છે. વધુ ટેસ્ટ્સની જરૂર છે, તેમાં કોઇ બેમત નથી અને માત્ર ટેસ્ટ અને ટેસ્ટ દ્વારા પ્રેરિત ડેટા જ બહેતર વિચાર રજૂ કરશે.

પ્રશ્નઃ એવા અહેવાલો છે કે, ચીનથી આવેલી રેપિડ એન્ટિબોડી બેઝ્ડ બ્લડ ટેસ્ટ કિટ્સ ખામીયુક્ત છે અને ICMRએ તેની ઘણી બેચને નામંજૂર કરી છે. With RT-PCR ટેસ્ટનાં પરિણામો આવવામાં ઘણો લાંબો સમય લાગે છે, ત્યારે તમારા મતે, કોવિડ-19ના દર્દીઓના ટેસ્ટિંગમાં રેપિડ એન્ટિબોડી કિટ સિવાય બીજો કોઇ વિકલ્પ ઉપલબ્ધ છે?

જુઓ, ટેસ્ટિંગ એ વાઇરસને ટ્રેસ કરવા માટેનો અને તેને ફેલાતો અટકાવવા માટેનો એકમાત્ર ઉપાય છે. અહીં વાત કોઇ વિકલ્પ શોધવાની નથી, ઉપાય સિદ્ધ કરવાના પ્રયત્નની છે. નિઃશંકપણે, તાજેતરમાં જ ITI-દિલ્હીએ ટેસ્ટિંગ કિટ્સ વિકસાવી એ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આપણે આશા રાખીએ કે, ટૂંક સમયમાં જ પોસાય તેવા ભાવે અન્ય ટેસ્ટિંગ બજારમાં આવે. વિશ્વભરમાં આ ક્ષેત્રે સઘન સંશોધનો થઇ રહ્યાં છે અને મને લાગે છે કે, પરિણામો હવે વધુ દૂર નથી.

પ્રશ્નઃ કોરોના વાઇરસના ફેલાવા સામે સરકાર અને ICMRની લડત અંગે તમારૂં શું સૂચન છે?

ICMRએ કોરોના વાઇરસ સામેની ભારતની લડાઇને હંકારનારાં ચાવીરૂપ સાધનોમાં સ્થાન ધરાવે છે. આ મહત્વના સમયે મારી પાસે ICMR માટે કેટલાંક સૂચનો છે. પ્રથમ તો, વધુ ચોકસાઇપૂર્ણ ટેસ્ટ હાથ ધરવા માટે યોગ્ય ઉત્તેજન હોય, તે જરૂરી છે. સતત પ્રયોગો તથા અસરકારક સારવારના પ્રોટોકોલ વિકસાવવામાં આવે, તે જરૂરી છે. આપણે નિયંત્રણ બહાર ન જઇ શકીએ. આ મુદ્દે શક્ય તેટલા બહોળા વિચારો મેળવવા માટે ICMR બહાર નિષ્ણાતો સાથે નિયમિતપણે સલાહ-મસલત હાથ ધરવી જોઇએ. મને વિશ્વાસ છે કે, અન્ય વૈશ્વિક પ્રયાસોની સાથે સાથે આ વાઇરસ માટે સ્થાનિક સ્તરે રસી વિકસાવવા માટે સંશોધન ચાલુ છે. સંશોધનમાં ICMRની ભૂમિકા કેન્દ્રવર્તી હોવી જોઇએ અને તે સંશોધનો ચાલુ રાખવા માટે વધુ ભંડોળ ફાળવવું જોઇએ. કોવિડ-19ના દર્દીઓનું વ્યવસ્થાપન કરવા માટેની તાલીમ તથા સારવારના પ્રોટોકોલ જાહેરાત દ્વારા થઇ શકે નહીં. આપણા જેવા વિશાળ દેશો માટે, આપણે પૂરતાં ટ્રેનિંગ મોડ્યૂલ્સ સાથે દેશના મોટાભાગના ખૂણાઓ સુધી પહોંચ વિસ્તારવી પડશે. એક સંશોધકની દ્રષ્ટિથી જોતાં, મને લાગે છે કે, જ્ઞાનના આદાન-પ્રદાન માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન અને સમીક્ષાના અભ્યાસો IJMRમાં પ્રસિદ્ધ થવાં જોઇએ. અંતમાં, કોવિડ-19 ટાસ્ક ફોર્સે કોવિડ-19 સંબંધિત તમામ સંશોધનોને માર્ગદર્શન તેમજ ઉત્તેજન પૂરાં પાડવાં જોઇએ.

પ્રશ્નઃ કોરોના વાઇરસના વધતા કેસો સામે લડવામાં બીસીજી ટ્રાયલ્સ અને એન્ટિમેલેરિયલ દવા– હાઇડ્રોક્સીક્લોરોક્વિન એ બન્નેનાં કોઇ નિર્ણયાત્મક પરિણામો જોવા મળ્યાં નથી. તમારા મતે, તેની પાછળ શું કારણો જવાબદાર હોઇ શકે?

BCGને કારણે ચોક્કસ એન્ટિજન સામેની હાઇપરસેન્સિટિવ પ્રતિક્રિયામાં વિલંબ થાય છે. મને તે કોવિડ-19 સામે ઉપયોગી હોવા પાછળ કોઇ કારણ નથી જણાતું. હાઇડ્રોક્સીક્લોરોક્વિન કાર્ડિયો-ટોક્સિસિટી, ક્યૂટી-પ્રોલોંગેશન અને જોખમી એરિથમિયાસ ધરાવે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે, તે અસરકારક નથી. વૈકલ્પિક માર્ગો શોધવા પડશે. અસરકારક રસી સર્વોપરી જવાબ હોઇ શકે છે.

પ્રશ્નઃ લોકડાઉનનો સમયગાળો લંબાઇ રહ્યો છે. એક વખત લોકડાઉન સમાપ્ત થઇ જશે, પછી શું તમને લાગે છે કે, વયોવૃદ્ધ લોકો જ ભોગ બનવાની વધુ શક્યતા ધરાવતું જૂથ રહેશે કે પછી અન્ય લોકો પણ વાઇરસનો ભોગ બનશે?

દરેક વ્યક્તિ ભોગ બની શકે છે અને એક જ વ્યક્તિને ફરી વખત ઇન્ફેક્શન થયું હોવાના કિસ્સા પણ નોંધાયા છે. જો કે, આર્થિક પરિણામોને ધ્યાનમાં રાખતાં, યુરોપ તથા અન્ય દેશોમાં સૂચવવામાં આવ્યું છે, તે પ્રમાણે આ લોકડાઉન તબક્કાવાર રીતે ઉઠાવવું જોઇએ. લોકડાઉનને અચાનક જ ઉઠાવવાના જોખમી પરિણામો આવશે. કારણ કે, આપણે ઘણી મોટી વસ્તીનું વ્યવસ્થાપન કરી રહ્યાં છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.