ભૂજઃ રાજસ્થાનના યુવકને સસ્તામાંસોનું આપવાની લાલચ આપી ભૂજ બોલાવી 17 લાખ રૂપિયા ખંખેરી લેવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં છેતરપિંડી આચરનારાં ભૂજ નગરસેવિકાના પુત્ર સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ક્રેટા કાર તેમ જ 17 લાખ રૂપિયા રીકવર કર્યા છે. સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકોને શીશામાં ઉતારનાર ત્રિપૂટી આખરે પોલીસ સક્જામાં આવી ગઈ છે.
સોનું લેવા માટે રાજસ્થાનના યુવક ભૂજ બોલાવ્યો અને બાદમાં તેમની ઓફિસ લઇ ગયાં અને સોનાના બિસ્કીટ બતાવી ૫૦૦ ગ્રામ સોનાના 17 લાખ રૂપિયા મેળવી લીધાં હતાં. બાદમાં ત્રિપૂટીએ બે કિલો સોનું અમદાવાદમાં આપવાનું કહી આરોપી યુવક સાથે અમદાવાદ પહોચી ગયાં. અમદાવાદ પહોંચી આરોપીએ તેમને સોનાની ડીલીવરી રાજસ્થાનમાં આપશું તેવું કહી 17 લાખ રૂપિયા લઈ લીધાં હતાં. જોકે બાદમાં યુવકને સોનું નહીં મળતાં ભૂજમાં ત્રણ શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોધાવી હતી.
આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટૂકડી બનાવી હતી. દરમિયાન ભૂજ બી ડીવીજન પોલીસે બાતમીના આધારે આરોપીને ભૂજના નાગોર ફાટક પાસેથી ઝડપી લેવામાં સફળતા મળીા છે .. આરોપી નગરસેવિકાના પુત્ર નવાબ હારૂન ત્રાયા , હસન હનીફ નોડે અને ઈકબાલ મામદ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ક્રેટા કાર અને 17 લાખ રૂપિયા રીકવર કર્યા છે. હાલ પોલીસે સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ આચરતી ત્રિપૂટીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલાં લોકો સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ આચરી તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.