ETV Bharat / jagte-raho

બનાસકાંઠાઃ ડીસા તાલુકાના રાણપુર ગામે ઘરકંકાસને કારણે પતિએ કરી પત્નીની હત્યા - ranpur village

બનાસકાંઠા જિલ્લામાં હત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામે ઘરકંકાસને કારણે કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. ઘરકંકાસથી કંટાળીને પતિએ પત્નીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે ડીસા રૂરલ પોલીસ મથકમાં પતિ સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કરપીણ હત્યા
કરપીણ હત્યા
author img

By

Published : Sep 4, 2020, 8:28 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ડીસા તાલુકાના રાણપુર ગામે સામે આવી છે. જ્યાં ઘરકંકાસ તેમજ જમીન બાબતે છેલ્લા કેટલાય દિવસથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ હતો. વારંવાર થતા ઝઘડાને કારણે પતિએ જ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પત્નીનો હત્યારો
મૃતક વિજલબા

રાણપુર ગામે રહેતા કાકોશી દરબાર નામના ઇસમ દ્વારા તેની પત્ની વિજલબાની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળના કારણની વાત કરીએ તો, કાકોશી દરબારની જમીન તેમના ગામમાં હતી. જેનું ખેડાણ તેના ભાઈઓ કરતા હતા. પત્ની વિજલબા વારંવાર તેમને પોતાનો ભાગ લેવા તેમજ ત્યાં જઈ ખેતી કરવા માટે દબાણ ઊભું કરતા હતા. જે કારણે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા.

આખરે વારંવાર થતા ઝગડા ઉગ્ર બન્યા અને પતિએ કંટાળી પત્નીની હત્યા કરી નાંખી. આ હત્યાની જાણ વિજલબાના પરિવારજનોને થતા તેમના પરિવાર પણ તાત્કાલિક રાણપુર ગામ પહોંચ્યા હતા. જ્યાં પોતાની દીકરીને ઘરે જઈ જોતા તેમની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ડીસા તાલુકાના રાણપુર ગામે ઘરકંકાસને કારણે પતિએ કરી પત્નીની હત્યા

વિજલબાના પરિવારે આવી દીકરીઓની હત્યા કરનાર પુરુષને ફાંસીની સજા થવી જોઈએ એવી માગ છે. ઘરમાં થતાં વારંવાર ઝઘડાને કારણે આ વાત હત્યા સુધી પહોંચી હતી. અત્યારે તો પોલીસે હત્યારા પતિ કાકોશી દરબારની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં હત્યાના અન્ય બનાવો

20 જૂન - બનાસકાંઠાઃ માતાએ પુત્રને પૈસા ન આપતા કપૂતે કરી નિર્મમ હત્યા

બનાસકાંઠાના ટડાવ ગામે કોરોના મહામારી વચ્ચે સગા દીકરાએ જનેતાની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. આજે શનિવારની સવારે માતાએ પૈસા નહિ આપતાં ઉશ્કેરાયેલા કપુત્રે માતાને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

18 જૂન - બનાસકાંઠાના માણેકપુરા ગામે પતિએ કરી પત્નીની હત્યા

બનાસકાંઠાઃ જિલ્લામાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ક્યાંક લોકો દારૂના નશામાં હત્યા કરી રહ્યા છે, તો ક્યાંક રૂપિયાની લેવડ-દેવડમાં હત્યા કરી રહ્યા છે. આમ સતત વધી રહેલા હત્યાના બનાવોથી બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો છે.

16 જૂન - બનાસકાંઠાના થરાદમાં 4,500 રૂપિયાની ઉઘરાણીમાં યુવકની હત્યા

બનાસકાંઠા : સરહદી વિસ્તાર થરાદમાં પૈસાના લાલચું લોકોએ માત્ર 4500 રૂપિયાની લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના ભડથ ગામે રહેતા સુરેશ દરબાર નામનો યુવક 13મી જુનના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો, જોકે બાદમાં થરાદ પાસે આવે નર્મદાની મુખ્ય કેનાલમાંથી તેની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા જ મૃતકના પિતાએ બે વ્યક્તિઓ પર શંકા હોઈ ફરિયાદ નોંધાવી હતી.

14 જૂન - ડીસાના રતનપુરા ગામે માતા-પુત્રએ મળીને કરી આધેડ પતિની હત્યા

બનાસકાંઠામાં ડીસા તાલુકાના રસાણા મોટા ગામે શનિવારે સવારે ગામના જ યુવકે કોઇ અગમ્ય કારણોસર આધેડને નીચે પટકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી હતી. મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પીઆઇ એમ.જે. ચૌધરીએ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

17 મે - ડીસાના રસાણા મોટા ગામે આધેડની હત્યાથી ચકચાર

16 મે - બનાસકાંઠાના દાંતીવાડામાં પત્નીના પરિવાર દ્વારા પતિની હત્યા

બનાસકાંઠામાં પ્રેમસંબંધ બાદ વૈવાહિક જીવન જીવતા દંપતી પર પત્નીના સગા દ્વારા હુમલો કરતા પતિનું મોત નીપજ્યું છે. આ બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડયા હતા, જયારે મૃતક યુવકના મૃતદેહને પોસમોટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.