હૈદરાબાદ: દેશમાં કોરોના વાઇરસનો કહેર સર્જાયો છે. આ સમય દરમિયાન, શાળાએ જતા બાળકો માટે ઓનલાઇન શિક્ષણ એકમાત્ર વિકલ્પ બની ગયો છે, જેનાથી વિદ્યાર્થીઓ આ રોગચાળા દરમિયાન અભ્યાસ કરતા રહે છે. ઑનલાઇન શિક્ષણમાં ફાયદા અને ગેરફાયદા બંને છે. સાયબર ગુનેગારો ઓનલાઇન ક્લાસને હેક કરે છે અને પછી નુકસાન પહોંચાડે છે.
ઇન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ વિદ્યાર્થીઓને ઓનલાઇન શીખવવા માટે કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ્સ છે.,તેઓ જ આ વર્ગોમાં ભાગ લે છે.
જો કે, જ્યારે વિદ્યાર્થી ઘરેથી ઓલાઇન વર્ગો લેવાનું શરૂ કરે છે, ત્યારે ઘણી સુરક્ષાને લગતી સમસ્યાઓ ઉદભવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને સાયબર સતામણી અને ધાકધમકી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓનલાઇન વર્ગો દરમિયાન ઘણી વાર, હેકર્સ એપ્લિકેશનની લાઇવ ફીડ પર ટૈપ કરે છે, જેનાથી વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયોઝ, હોરર મૂવીઝ અને અનિચ્છનીય ગ્રાફિક્સ જોવા મળે છે. દેશના મોટા શહેરોના પોલીસ સ્ટેશનોમાં આ અંગે ઘણી ફરિયાદો નોંધાઈ છે. કેટલાક હેકર્સ સ્કૂલ સર્વરો પણ હેક કરી રહ્યા છે અને ડેટા ચોરી પણ રહ્યા છે. આટલું જ નહીં, હેકર્સ ડેટા ફરીથી જાહેર કરવા માટે નાણાં પણ માંગી રહ્યા છે.
સાયબર ગુનેગારો સ્કૂલ સર્વર દ્વારા અથવા એપ્લિકેશનના સિક્યોરિટી પ્રોટોકોલ દ્વારા ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ કરે છે. આ પછી, હેકર્સ ઓનલાઇન વર્ગો દરમિયાન અશ્લીલ વીડિયો અને હોરર મૂવીઝ ચલાવે છે. આ એકદમ સામાન્ય બની ગયું છે કારણ કે આ સમયે ઘણી શાળાઓ ઓનલાઇન અભ્યાસ કરાવે છે.