ETV Bharat / international

Russia News: વેગનર ચીફ પ્રિગોઝિનના પ્લેનને ઈરાદાપૂર્વક તોડી પડાયું હતું- અમેરિકન ઈન્ટેલિજન્સ

અમેરિકન ઈન્ટેલિજન્સ જણાવે છે કે ગુરૂવારે વ્લાદિમીર પુતિન દ્વારા વખણાયેલા વેગનર નેતા પ્રિગોઝિનના પ્લેનને તોડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. અમેરિકા કહે છે કે યેવગેન પ્રિગોઝિનને મારવાના અનેક પ્રયત્નો થયા હતા. જેમાં પુતિન પોતાના ટીકાકારોને શાંત કરવામાં જે પ્રયત્નો કરતા રહે છે તેને આ પ્રિગોઝિનના મૃત્યુ સાથે સાંકળવામાં આવે છે.

વેગનર પ્રમુખ પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મૃત્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 1:59 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકન ઈન્ટેલિજન્સ જણાવે છે કે વેગનર ચીફ પ્રિગોઝિનના પ્લેન ક્રેશમાં ઈરાદાપૂર્વક બ્લાસ્ટ કરવામાં આવ્યો હોઈ શકે છે. એવું પણ બને કે આ સમગ્ર હવાઈ અકસ્માતની યોજના રશિયન રાષ્ટ્રપતિએ જ બનાવી હોય.

પ્લેનક્રેશ એક ષડયંત્રઃ પેન્ટાગોનના પ્રવક્તા જનરલ પેટ રાયડરે કહ્યું કે પ્રિગોઝિનના પ્લેન ક્રેશમાં જમીન પરથી મિસાઈલ છોડવામાં આવી હોય.તેમણે બોમ્બ અને સમગ્ર હત્યાની યોજના કરવામાં આવી હોય તેના વિશે કંઈ પણ કહેવાની મનાઈ કરી હતી. આ પ્લેન ક્રેશ બાદ પુતિન પ્રિગોઝિનના પરિવારને સાંત્વના પાઠવી હતી.

10 મૃતદેહો મળી આવ્યાઃ વેગનરના સ્થાપકને લઈ જતા જેટમાં અન્ય 6 પ્રવાસીઓ પણ સવાર હતા. રશિયન એવિયેશન ઓથોરિટી કહે છે કે બુધવાર રાત્રે આ જેટ મોસ્કોથી ઉડાન ભર્યા બાદ થોડીવારમાં ક્રેશ થયું હતું. જેમાં 3 ક્રુ મેમ્બર સહિત કુલ 10 લોકોના મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. રસિયન મીડિયા કહે છે કે વેગનર તરફથી મળતી માહિતી મુજબ પ્રિગોઝિનનું મૃત્યુ થયું છે, પણ સત્તાવાર કોઈ માહિતી મળી નથી.

બાઈડને આપી પ્રતિક્રિયાઃ બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રતિક્રિયા આપી હતી કે, વેગનરના પ્રમુખનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થવું તે કંઈ આશ્ચર્યજનક નથી. હું સમગ્ર હકીકતથી અજાણ છું, પણ રશિયામાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો હાથ ન હોય.

અત્યંત ગોપનીય હતો પ્રવાસઃ ક્રેશ થયેલા પ્લેનના મુસાફરોની યાદીમાં પ્રિગોઝિનના સેકન્ડ ઈન કમાન્ડ, લોજિસ્ટિક ચીફ જેઓ અમેરિકાએ સિરીયામાં કરેલી એરસ્ટ્રાઈકમાં ઘાયલ થયા હતા. આ ઉપરાંત એક બોડીગાર્ડ પણ પ્લેનમાં હતો. આ પ્લેનમાં વેગનરના ઉચ્ચ અધિકારીઓ શા માટે એક સાથે સવાર હતા તેનું સ્પષ્ટીકરણ થતું નથી. તેઓ હંમેશા તેમની સુરક્ષાને લઈને બહુ સતર્ક રહેતા હોય છે. તેમની સેન્ટ પીટર્સબર્ગ જતા આ સંયુક્ત પ્રવાસ ગોપનીય હતો.

વેગનર હેડક્વાર્ટર પર શ્રદ્ધાંજલિઃ સેન્ટ પીટર્સબર્ગ સ્થિત વેગનરનું હેડકવાર્ટર છે.અહીં પ્રિગોઝિનના પ્લેન ક્રેશ બાદ તેમના સમર્થકો એકઠા થયા હતા અને ફૂલો, મીણબત્તી અને ધ્વજ વડે શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુતિને પાઠવ્યો શોક સંદેશઃ પ્લેન ક્રેશના સમાચાર આવતા પુતિને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધમાં મૃતકોએ બહુ મોટું યોગદાન આપ્યું હતું.આપણે આ યોગદાન જાણીએ છીએ અને હંમેશા યાદ રાખીશં. તેમણે આ શોકસંદેશ ટીવીના એક ઈન્ટરવ્યૂમાં પાઠવ્યો હતો. તેમણે પ્રિગોઝિને યાદ કરતા કહ્યું કે હું તેમણે 90ના દાયકાથી જાણું છું તેમણે જિંદગીમાં જે ઈચ્છ્યું તે મેળવ્યું. તેઓ એક પ્રતિભાશાળી પુરુષ અને બિઝનેસમેન હતા. રશિયાના સ્ટેટ મીડિયા દ્વારા આ પ્લેન ક્રેશને જોઈએ તેવું કવરેજ આપવાને બદલે જહોનિસબર્ગ ખાતે બ્રિક્સ સમિટમાંથી પુતિનનું ભાષણને પ્રસારિત કર્યુ હતું.

રશિયન સો. મીડિયાનો રિપોર્ટઃ કેટલાક રશિયન સોશિયલ મીડિયા ચેનલ પરથી જાણવા મળે છે કે પ્રિગોઝિનનું શરીર ઘણી હદે દાઝી ગયું છે અને તેમની ઓળખ પણ મુશ્કેલ બની છે. તેમના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તે જરૂરી છે. રસિયાના સ્વતંત્ર મીડિયા દ્વારા આ રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો છે, પણ એસોસિયેટેડ પ્રેસ આ માહિતી કન્ફર્મ કરી નથી.

  1. ભારતના નાગરિકો જલદી યુક્રેન છોડી દે, ભારતીય દૂતાવાસ એડવાઇઝરી જાહેર કરી
  2. PUTIN VISITING INDIA: પુતિનની ભારત મુલાકાત શું વ્યૂહાત્મક સંતુલન છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.