કિવ : રશિયન સૈનિકોએ યુક્રેનના (Russia Ukraine War 53rd day)લિસિચાન્સ્ક શહેરમાં એક ઓઇલ રિફાઇનરી પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી હતી. લુહાન્સ્ક પ્રાદેશિક ગવર્નર સેરીહીએ જણાવ્યું હતું કે, તે પ્રથમ વખત નથી જ્યારે કોઈ ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવ્યું (Russian army intensifies air strikes in Ukraine) હતું અને રશિયન સૈનિકો પર સ્થાનિક કટોકટી સેવાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, હુમલા સમયે રિફાઈનરીમાં કોઈ ઈંધણ નહોતું અને તેલ અંશોમાં આગ ફાટી નીકળી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે શનિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રશિયન દળોએ આઠ પ્રદેશો - પૂર્વમાં ડોનેત્સ્ક, લુહાન્સ્ક અને ખાર્કિવ, મધ્ય યુક્રેનમાં ડીનિપ્રોપેટ્રોવસ્ક, પોલ્ટાવા અને કિરોવોહરાદ અને દક્ષિણમાં માયકોલિવ અને ખેરસનમાં ગોળીબાર કર્યો છે.
આ પણ વાંચો : યુક્રેનમાં 900થી વધુ મૃતદેહો મળ્યા, રશિયાએ કહ્યું; હુમલો ચાલુ રહેશે
9ના મોત અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત : રિપોર્ટ અનુસાર ખાર્કિવમાં શુક્રવારે થયેલા હુમલામાં નવ નાગરિકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે તેની બાજુના અન્ય વિસ્તારમાં બે લોકોના મોત થયા હતા. દક્ષિણમાં શુક્રવાર અને શનિવારે માયકોલિવ પર ભયાનક હુમલાઓ થયા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા અને 15 ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાદેશિક વિધાનસભાના વડા હેન્ના જામાઝીવાએ શનિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલામાં 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, જામાઝીવાએ કહ્યું કે, રશિયન સૈનિકોએ રહેણાંક વિસ્તારોને પણ નિશાન (local emergency service In ukraine) બનાવ્યા હતા.
નાગરીકોને બંધક બનાવવામાં આવ્યા : યુક્રેનના નાયબ વડાપ્રધાન ઇરિના વેરેશચુકે શનિવારે ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, 700 યુક્રેનિયન સૈનિકો અને 1,000 થી વધુ નાગરિકો હાલમાં રશિયન સૈનિકો દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. અડધાથી વધુ નાગરિકો મહિલાઓ છે. વેરેશચુકે કહ્યું કે, કિવ કેપ્ટિવ સૈનિકોની આપલે કરવા માંગે છે, કારણ કે યુક્રેન પાસે તેના કબજામાં સમાન સંખ્યામાં રશિયન સૈનિકો છે. તેમણે કહ્યું કે, અમે નાગરિકોને 'કોઈપણ શરત વિના' મુક્ત કરવાની માંગ કરીએ છીએ.
આ પણ વાંચો : રશિયાના યુદ્ધ જહાજ 'મોસ્કવા'ને તોડી પાડ્યાનો યુક્રેનનો દાવો, રશિયાએ દાવાને નકાર્યો
પુતિન અને પ્રિન્સ સલમાન વચ્ચે વાતચીત : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત કરી હતી. યુક્રેન પર રશિયાના હુમલા બાદ બન્ને નેતાઓ વચ્ચે આ બીજી વાતચીત થઈ છે. સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર, બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને તમામ ક્ષેત્રોમાં તેને વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. બન્ને નેતાઓ વચ્ચેની ફોન વાતચીતને લઈને સાઉદી તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, ક્રાઉન પ્રિન્સે યુક્રેન સંકટનો રાજકીય ઉકેલ શોધવાના પ્રયાસો માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
બન્ને દેશો વચ્ચે OPEC+ પર ચર્ચા : સાઉદી અરેબિયાએ તાજેતરમાં યુક્રેનિયન શરણાર્થીઓને માનવતાવાદી સહાય માટે 10 મિલિયન યુએસ ડોલરની જાહેરાત કરી છે. ક્રેમલિન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, બન્ને નેતાઓએ યમનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી જ્યાં સાઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન વર્ષોથી યુદ્ધ ચલાવી રહ્યું છે. આ સાથે બન્ને વચ્ચે OPEC+ પર પણ ચર્ચા થઈ હતી.