ETV Bharat / international

42 સાંસદોએ કર્યો સ્વતંત્ર બેઠકનો દાવો, શ્રીલંકાના શાસક પોદુજાના પેરામુનાએ બહુમતી ગુમાવી - શ્રીલંકામાં ખરાબ આર્થિક સ્થિતિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના (Sri Lankan President Gotabaya Rajapaksa) શાસક પક્ષ શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP)એ મંગળવારે સંસદમાં તેની બહુમતી ગુમાવી (lost his majority in parliament) દીધી છે. 42 સાંસદોએ જાહેર કર્યું છે કે, તેઓ સ્વતંત્ર રીતે ગૃહમાં બેસશે.

શ્રીલંકાના શાસક પોદુજાના પેરામુનાએ બહુમતી ગુમાવી

author img

By

Published : Apr 5, 2022, 6:12 PM IST

કોલંબો: શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના (Sri Lankan President Gotabaya Rajapaksa) શાસક પક્ષ શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP)એ મંગળવારે સંસદમાં બહુમતી ગુમાવી (lost his majority in parliament) દીધી છે. તેમના 42 સાંસદોએ જાહેરાત કરી હતી કે, ગૃહમાં તેઓ સ્વતંત્ર રીતે બેસશે.

આ પણ વાંચો : જનતાના ભારે વિરોધ વચ્ચે શ્રીલંકાના તમામ કેબિનેટ પ્રધાનોએ આપ્યા રાજીનામા

રાષ્ટ્રપતિએ શું કહ્યુંઃ શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી બાદ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કહ્યું હતું કે, તેઓ રાજીનામું આપશે નહીં, પરંતુ સંસદમાં 113 બેઠકો ધરાવતા કોઈપણ પક્ષને સરકાર સોંપવા માટે તૈયાર છે. ડેઈલી મિરર અખબારના અહેવાલ મુજબ, સોમવારે રાજપક્ષેએ દેશભરમાં જાહેર વિરોધ વચ્ચે ઘણી રાજકીય બેઠકો કરી હતી.

આ પણ વાંચો : અમેરિકા યુક્રેનને કરશે મદદ, ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેન પર રશિયન હુમલો નરસંહાર સમાન છે

વિપક્ષને સત્તાની ઓફર : શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાન નિમલ લાંજાએ કહ્યું હતું કે, સરકાર ચોક્કસપણે સંસદમાં તેની બહુમતી ગુમાવશે, કારણ કે 50 થી વધુ સાંસદોએ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. સાંસદે સરકારને વિપક્ષને સત્તા સોંપવા વિનંતી કરી હતી. આ દરમિયાન, SLPPની મુખ્ય ગઠબંધન ભાગીદાર શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) એ જાહેરાત કરી છે કે, તમામ 14 સાંસદો સરકાર છોડી દેશે. ગોટાબાયા રાજપક્ષે, તેમના ભાઈ મહિન્દા રાજપક્ષેની સરકારમાં ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ, તમિલ બળવાખોર વાઘ સામેના 26 વર્ષના યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.