ETV Bharat / international

Pakistan News : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં JUIFની રેલીમાં બ્લાસ્ટ, 44ના મોત - Pakistan News

જિયો ન્યૂઝે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાજૌરના ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F) કાર્યકર સંમેલનમાં થયો હતો. જેમાં 35થી વધુંના મોત અને 200 થી વધું લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 30, 2023, 7:51 PM IST

Updated : Jul 31, 2023, 6:11 AM IST

પેશાવર : અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત આદિવાસી જિલ્લામાં કટ્ટર ઈસ્લામિક રાજકીય પક્ષની બેઠકમાં રવિવારે એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાજૌર આદિવાસી જિલ્લાની રાજધાની ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F) ના કાર્યકર્તા સંમેલનમાં થયો હતો.

  • #UPDATE | Death toll increases to 20 whereas more than 50 have been reported as injured, reports Pakistan's Geo English

    — ANI (@ANI) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજકીય પક્ષોની બેઠકમાં વિસ્ફોટ : પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા 200થી વધુ લોકો ઘાયલ થયા છે. JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને વડા પ્રધાન શેહબાઝ શરીફ અને પ્રાંતના કાર્યપાલક મુખ્ય પ્રધાન આઝમ ખાન પાસેથી ઘટનાની તપાસની માંગ કરી છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને હોસ્પિટલમાં પહોંચીને રક્તદાન કરવા પણ વિનંતી કરી હતી.

44થી વધુના મોત : ફઝલે કહ્યું કે, "JUI કાર્યકરોએ શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને સંઘીય અને પ્રાંતીય સરકારોએ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવી જોઈએ." મુખ્યમંત્રી ખાને વિસ્ફોટની નિંદા કરી અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ જેયુઆઈએફના કેન્દ્રીય સભ્ય પણ છે, મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઇજાગ્રસ્તનો હોસ્પિટલમાં દાખલ કરાયા : બ્લાસ્ટની પ્રકૃતિની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પ્રાથમિક અહેવાલો અનુસાર તે આત્મઘાતી વિસ્ફોટ હતો. કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ ડૉન અખબારને જણાવ્યું કે પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિયો ન્યૂઝ પર બોલતા, JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે તેઓ આજે કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા પરંતુ કેટલીક અંગત પ્રતિબદ્ધતાઓને કારણે આવી શક્યા નથી. હું વિસ્ફોટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને સંદેશ આપવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે, જેયુઆઈ-એફના નેતાએ ઉમેર્યું હતું કે, તે માનવતા અને બાજૌર પર હુમલો હતો.

આ પહેલા પણ થઇ ચુક્યો છે હુમલો : તેમણે વિસ્ફોટની તપાસ કરવાની માગણી કરી, યાદ અપાવ્યું કે તે પહેલીવાર JUI-Fને નિશાન બનાવવામાં આવ્યું નથી. અગાઉ પણ આવું બન્યું છે. અમારા કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમે સંસદમાં આ અંગે અમારો અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હમદુલ્લાએ પણ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રાંતીય સરકારને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કરી.

  1. US President Race : ભારતીયોની વિદેશમાં બોલબાલા, નિક્કી અને વિવેક પછી હર્ષવર્ધન મેદાનમાં ઉતર્યા
  2. Australian Military Helicopter Crash: ઓસ્ટ્રેલિયન લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, ચાર ક્રૂ મેમ્બર ગુમ

(PTI)

Last Updated : Jul 31, 2023, 6:11 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.