ઈઝરાયલ : પેલેસ્ટિનિયન સંગઠન હમાસે આજે ઈઝરાયલના ત્રણ શહેરો પર જોરદાર રોકેટ હુમલા કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમાસે દાવો કર્યો છે કે, ઈઝરાયેલના શહેરો પર પાંચ હજાર રોકેટ છોડવામાં આવ્યા છે. જેના જવાબમાં ઈઝરાયેલી સેનાએ પણ કાર્યવાહી કરી હતી. પેલેસ્ટિનિયન સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો છે. આ હુમલામાં ઈઝરાયેલ શહેરના મેયરનું પણ મોત થયું છે. જે અંગે સ્થાનિક મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે.
-
#WATCH | Gaza City: Visuals from Tel Aviv after barrage of rockets launched into Israel
— ANI (@ANI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) pic.twitter.com/2xz81sW3PR
">#WATCH | Gaza City: Visuals from Tel Aviv after barrage of rockets launched into Israel
— ANI (@ANI) October 7, 2023
(Source: Reuters) pic.twitter.com/2xz81sW3PR#WATCH | Gaza City: Visuals from Tel Aviv after barrage of rockets launched into Israel
— ANI (@ANI) October 7, 2023
(Source: Reuters) pic.twitter.com/2xz81sW3PR
ઈઝરાયેલ શહેરના મેયરનું મોત : ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે સ્થાનિક સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, શાર હનેગેવ પ્રાદેશિક પરિષદના પ્રમુખ ઓફિર લિબસ્ટેઈન શનિવારે સવારે હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાઉન્સિલના ડેપ્યુટી હેડ યોસી કેરેને લિબસ્ટેઈનના મૃત્યુ બાદ વચગાળાનો હવાલો સંભાળ્યો છે.
-
#WATCH | Ashkelon, Israel: Visuals from the street of Ashkelon as Palestinian Islamist movement Hamas launched the biggest attack on Israel in years, in a surprise assault that combined gunmen crossing the border with a heavy barrage of rockets fired from the Gaza Strip.… pic.twitter.com/axxvGCsGTD
— ANI (@ANI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ashkelon, Israel: Visuals from the street of Ashkelon as Palestinian Islamist movement Hamas launched the biggest attack on Israel in years, in a surprise assault that combined gunmen crossing the border with a heavy barrage of rockets fired from the Gaza Strip.… pic.twitter.com/axxvGCsGTD
— ANI (@ANI) October 7, 2023#WATCH | Ashkelon, Israel: Visuals from the street of Ashkelon as Palestinian Islamist movement Hamas launched the biggest attack on Israel in years, in a surprise assault that combined gunmen crossing the border with a heavy barrage of rockets fired from the Gaza Strip.… pic.twitter.com/axxvGCsGTD
— ANI (@ANI) October 7, 2023
ઈઝરાયેલ પર રોકેટ હુમલો : પેલેસ્ટિનિયન સંગઠન હમાસના હુમલાખોરોએ પેલેસ્ટિનિયન-નિયંત્રિત ગાઝા પટ્ટીમાં દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જ્યારે હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હવાઈ હુમલા બાદ ઈઝરાયલના શહેરોમાં સાયરન વાગવા લાગ્યા હતા. ગાઝા પટ્ટીથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા તેલ અવીવ તેમજ દક્ષિણમાં એસડી બોકર, અરાદ અને ડિમોનામાં રેડ એલર્ટ તરીકે ચેતવણીના સાયરન વાગ્યા હતા.
-
#WATCH | Gaza City: Gaza skyline after sirens warning of incoming rockets near Tel Aviv.
— ANI (@ANI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) https://t.co/4Yuf0DtOee pic.twitter.com/EoIRiJPw8g
">#WATCH | Gaza City: Gaza skyline after sirens warning of incoming rockets near Tel Aviv.
— ANI (@ANI) October 7, 2023
(Source: Reuters) https://t.co/4Yuf0DtOee pic.twitter.com/EoIRiJPw8g#WATCH | Gaza City: Gaza skyline after sirens warning of incoming rockets near Tel Aviv.
— ANI (@ANI) October 7, 2023
(Source: Reuters) https://t.co/4Yuf0DtOee pic.twitter.com/EoIRiJPw8g
-
#WATCH | Gaza: Explosion sounds heard as rockets fly over Gaza City.
— ANI (@ANI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) https://t.co/4Yuf0DtOee pic.twitter.com/CXFJSRqPSg
">#WATCH | Gaza: Explosion sounds heard as rockets fly over Gaza City.
— ANI (@ANI) October 7, 2023
(Source: Reuters) https://t.co/4Yuf0DtOee pic.twitter.com/CXFJSRqPSg#WATCH | Gaza: Explosion sounds heard as rockets fly over Gaza City.
— ANI (@ANI) October 7, 2023
(Source: Reuters) https://t.co/4Yuf0DtOee pic.twitter.com/CXFJSRqPSg
કુલ ચાર મોત : ઈઝરાયેલના મીડિયા અનુસાર આ વિસ્તારોમાં રહેતા રહેવાસીઓએ જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. એક રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની મેગેન ડેવિડ એડોમ (MDA) રેસ્ક્યૂ સર્વિસે કહ્યું કે, ગેડેરોટ વિસ્તારના કેફર અવીવ વિસ્તારમાં ગોળીબાર દરમિયાન 70 વર્ષની એક મહિલાનું મોત થયું છે. આ સિવાય મેડિકલ ટીમ અન્ય એક ફસાયેલા વ્યક્તિની પણ સારવાર કરી રહી છે. આ ઉપરાંત MDA દ્વારા જણાવાયું કે, તેઓ યાવનેમાં રોકેટના છરાથી ઘાયલ થયેલા 20 વર્ષીય વ્યક્તિની પણ સારવાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં છોકરાઓ ફરતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયો ફૂટેજની કોઈ પુષ્ટિ થઈ નથી.