નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને આજે સવારે ભાષણ આપતા સમયે ગોળી (Shinzo Abe Shot In Japan) વાગી છે. મળતી માહિતી મુજબ, શિંજો આબેને છાતીમાં ગોળી વાગી હતી. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. શિંજો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહી ચૂક્યા છે. શિંજો આબેએ વર્ષ 2020માં 65 વર્ષની વયે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો: Gujarat Rain Update : રાજ્યમાં મેઘરાજાની ક્યાં કેવી બેટિંગ જાણો
શિંજો આબે પદ્મ વિભૂષણથી સન્માનિત: શિંજો આબે બે વખત જાપાનના પીએમ બન્યા છે. શિંજો આબે 2006માં પ્રથમ વખત પીએમ બન્યા હતા. ત્યારબાદ શિંજો આબે 2012-2020 સુધી વડાપ્રધાન હતા. શિંજો આબેએ ખરાબ તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. ભારત સરકારે શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે.
શિંજો આબે રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે
2006માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શિંજો આબેના દાદા નોબુસુકે કિશી પણ જાપાનના વડાપ્રધાન હતા. નોબુસુકે કિશી 1957-60 સુધી જાપાનના વડાપ્રધાન હતા. તેમજ શિંજો આબેના પિતા શિંતારો આબે 1982-86 સુધી જાપાનના વિદેશ પ્રધાન હતા. શિંજો આબે 2006માં પ્રથમ વખત જાપાનના વડાપ્રધાન બન્યા હતા. જોકે, બીમારીના કારણે તેમણે 2007માં રાજીનામું આપી દીધું હતું. આ પછી, વર્ષ 2012 માં, શિંજો આબે ફરીથી જાપાનના વડા પ્રધાન બન્યા. ત્યારબાદ તેઓ વર્ષ 2020 સુધી સતત જાપાનના વડાપ્રધાન રહ્યા.
આ પણ વાંચો: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને શંકાસ્પદ હુમલાખોરે મારી ગોળી, હાલત ગંભીર
સૌથી વધુ વખત ભારતની મુલાકાત: શિંજો આબે જાપાનના વડા પ્રધાન હતા, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત ભારતની મુલાકાત લીધી હતી. પ્રથમ વખત શિંજો આબે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2006-07) ભારત આવ્યા હતા. શિંજો આબેએ તેમના બીજા કાર્યકાળ (2012-2020) દરમિયાન ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમણે જાન્યુઆરી 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતની મુલાકાત લીધી હતી.