ગાઝા પટ્ટી : એક અઠવાડિયા સુધી ચાલેલું યુદ્ધવિરામ ગતરોજ પૂર્ણ થતા ગાઝા પટ્ટીમાં ફરી ઈઝરાયલનો હુમલો શરૂ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 178 લોકો માર્યા ગયા હોવાનું ત્યાંના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જ્યારે ઈઝરાયલે કહ્યું કે તેણે હમાસના 200 થી વધુ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો.
યુદ્ધવિરામ સમાપ્ત : સામા પક્ષે ગાઝામાં આતંકવાદીઓએ ઇઝરાયલમાં ફરી રોકેટ છોડવાનું શરૂ કર્યું છે અને લેબનોન સાથેની ઉત્તરીય સરહદે કાર્યરત હિઝબુલ્લાહના આતંકવાદીઓ અને ઇઝરાયલ વચ્ચે લડાઈ શરૂ થઈ છે. મધ્યસ્થી કતારે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામના નવીકરણ માટે પ્રયાસો ચાલુ છે. ઈઝરાયલે ગાઝામાં મોટાભાગની સૈન્ય ગતિવિધિઓને સ્થગિત કરી દીધી હતી. ઉપરાંત આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા 100 થી વધુ લોકોને મુક્ત કરવાના બદલામાં 300 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા. ઇઝરાયલનું કહેવું છે કે 115 પુરૂષો, 20 મહિલાઓ અને 2 બાળકો હજુ પણ કેદમાં છે.
ઈઝરાયલી હુમલા : ઇઝરાયલી બોમ્બમારો અને મેદાની હુમલામાં છેલ્લા અઠવાડિયાથી ગાઝાના 2.3 મિલિયન રહેવાસીઓમાંથી ત્રણ ચતુર્થાંશ કરતાં વધુ લોકો બેઘર થયા છે. જેના કારણે માનવીય કટોકટી ઉભી થતા ખોરાક, પાણી અને અન્ય પુરવઠાની વ્યાપક અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
-
The IDF will not stop in its efforts to bring the hostages back home. pic.twitter.com/52jLVIybNb
— Israel Defense Forces (@IDF) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The IDF will not stop in its efforts to bring the hostages back home. pic.twitter.com/52jLVIybNb
— Israel Defense Forces (@IDF) December 1, 2023The IDF will not stop in its efforts to bring the hostages back home. pic.twitter.com/52jLVIybNb
— Israel Defense Forces (@IDF) December 1, 2023
મૃત્યુઆંક વધ્યો : હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધવિરામ શરૂ થયો ત્યાં સુધીમાં 13,300 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. જેમાંથી લગભગ બે તૃતીયાંશ મહિલા અને સગીર બાળકો હતા. જોકે, મૃત્યુઆંક ઘણો વધુ હોવાની શક્યતા છે. લગભગ 1,200 ઇઝરાયલીઓ માર્યા ગયા છે, જેમાં મોટાભાગના મોત 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા દરમિયાન થયા હતા. આ હુમલાને યુદ્ધ માટે કારણભૂત માનવામાં આવે છે.
અમેરિકાની અપીલ : એક દિવસ અગાઉ US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને ઇઝરાયલી અધિકારીઓને પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા કરવા માટે અનુરોધ કર્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયલના સૌથી મહત્વપૂર્ણ સાથી US ની અપીલ પર કેટલી હદ સુધી ધ્યાન આપશે.
ઈઝરાયલ સૈન્યની કાર્યવાહી : US ની અપીલના જવાબમાં ઇઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીને સેંકડો નંબરવાળા, આડેધડ રીતે દોરેલા પાર્સલમાં વિભાજિત કરતો ઓનલાઈન નકશો બહાર પાડ્યો છે. જેમાં રહેવાસીઓને સંભવિત સ્થળાંતરના કિસ્સામાં તેમના સ્થાન પર જવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, નકશામાં સ્થળાંતર માટે સલામત વિસ્તારો સૂચવવામાં આવ્યા નથી અને તે સ્પષ્ટ નથી કે પેલેસ્ટિનિયનો તેને કેટલી સરળતાથી સમજી શકે છે.