ETV Bharat / international

Iranian President India visit : ઈરાનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, લાલ સમુદ્રમાં હુથીના હુમલા અંગે કરી ચર્ચા

ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ભારતની મુલાકાતે છે. તેમણે વિદેશપ્રધાન ડો. જયશંકર સાથે મુલાકાત કરી યમનના હુથી બળવાખોરોના લાલ સમુદ્રમાં જહાજો પરના હુમલા પર પગલાં લેવા ખાતરી આપી હતી. લાલ સમુદ્ર ભારત માટે US ઇસ્ટ કોસ્ટ, યુરોપ અને મધ્ય પૂર્વ સાથે માલસામાનની હેરફેર અને વેપાર કરવાનો એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે.

Iranian President India visit
Iranian President India visit
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 1:55 PM IST

નવી દિલ્હી : ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ભારતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ સોમવારે વિદેશપ્રધાન એસ. જયશંકર સાથેની બેઠક કરી હતી. આ દરમિયાન હુથી બળવાખોરોના હુમલા વચ્ચે લાલ સમુદ્રમાંથી પસાર થતા ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગાઝા યુદ્ધ શરૂ થયા પછી હુથી સંગઠન ઇઝરાયેલ પર દબાણ લાવવા માટે વ્યાપારી જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન ભારત જનારા કેટલાય જહાજો પર પણ હુમલા થયા છે. જેણે ભારત માટે ચિંતા વધારી છે.

હુથી સંગઠનના હુમલા પર ચર્ચા : લાલ સમુદ્ર ભારત માટે US ઇસ્ટ કોસ્ટ, યુરોપ અને મધ્ય પૂર્વ સાથે માલસામાનની હેરફેર અને વેપાર કરવાનો એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે. એસ. જયશંકર તેહરાનની સત્તાવાર મુલાકાતે છે. તેમણે અગાઉ ઈરાનના વિદેશ મંત્રી અને ઈરાનના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ચાબહાર પોર્ટ ડેવલપમેન્ટ પ્લાન : આ બેઠક દરમિયાન એસ. જયશંકર અને ઈરાનના રાષ્ટ્રપતિએ ચાબહાર પોર્ટ ડેવલપમેન્ટ પ્લાન સહિત ઈરાન અને ભારત વચ્ચેના કરારોના અમલીકરણને અનુસરવાની અને તેને ઝડપી બનાવવાની જરૂરિયાત અને પ્રતિબદ્ધતાના અમલીકરણમાં વિલંબની ભરપાઈ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ રાયસીએ વિલંબની ભરપાઈ કરીને ઈરાન-ભારત સમજૂતીઓના અમલીકરણને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો. EAM જયશંકરે ઈરાન સાથે વ્યાપક, લાંબા ગાળાના સહકાર કરારને પૂર્ણ કરવામાં રસ દર્શાવ્યો હતો.

વિવિધ મુદ્દે ચર્ચા : આ બેઠક દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ ઈરાન અને ભારત વચ્ચેના ઊંડા સંબંધો અને વિવિધ રાજકીય, આર્થિક, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરિવહન અને ઊર્જા ક્ષેત્રોના સંબંધોના સ્તરને વિકસાવવા અને સુધારવા માટે બંને દેશોના ઉચ્ચ અધિકારીઓની ઈચ્છાને પૂર્ણ કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત રાષ્ટ્રપતિ રાયસી અને જયશંકર વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે લડવા માટે બંને દેશોના સામાન્ય દૃષ્ટિકોણનું મહત્વ તથા રાષ્ટ્રીય ચલણ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં શિપિંગની સુરક્ષા જાળવણી દ્વારા અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને સુરક્ષા સ્થાપિત કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારને મજબૂત કરવા માટે સહકારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઈરાનના રાષ્ટ્રપતિની અપીલ : ઈરાનના રાષ્ટ્રપતિએ ગાઝામાં ઝિઓનિસ્ટ શાસન દ્વારા કરવામાં આવેલા ગુનાઓને યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોના સ્પષ્ટ ઉદાહરણ તરીકે પ્રકાશિત કરતા કહ્યું કે, ગાઝા પરના હુમલા બંધ કરવા, ઝિઓનિસ્ટ શાસનને સજા આપવી અને પેલેસ્ટિનિયન લોકોના અધિકારો પૂરા કરવા એ આ પ્રદેશમાં સ્થિરતા અને સુરક્ષા પાછી લાવવાનો એક માત્ર માર્ગ છે. ઉપરાંત ભારત માટે આ યુદ્ધને સમાપ્ત કરવા, આ ક્ષેત્રની નાકાબંધી હટાવવા અને પેલેસ્ટિનિયન લોકોના અધિકારોને સાકાર કરવામાં ભૂમિકા ભજવવી મહત્વપૂર્ણ છે.

ભારતીય વિદેશપ્રધાને આપ્યું વચન : ભારતીય વિદેશપ્રધાન જયશંકરે પણ કરમાનમાં તાજેતરની આતંકવાદી ઘટના બાદ ઈરાનની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત આ ક્ષેત્રના દેશો સાથે સંબંધો વિકસાવવા અને ભારત સાથેના સંબંધોમાં નોંધપાત્ર ફેરફાર કરવાના પ્રયાસો બદલ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. ઈરાન સાથે વ્યાપક અને લાંબા ગાળાના સહકાર કરારને પૂર્ણ કરવામાં દેશહિતની જાહેરાત કરવાની સાથે એસ. જયશંકરે ચાબહાર પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેમજ ઈરાન સાથેના સહકારના વ્યાપક વિકાસમાં ભારતની પ્રતિબદ્ધતાનું સંપૂર્ણ પાલન કરવા પર ભાર મૂક્યો હતો.

  1. VGGS 2024 : સીએમ ભૂપેન્દ્ર પટેલે UAE ડેલીગેશન સાથે બેઠક કરી, ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીમાં સહયોગ મળશે
  2. Blast in iraq: ઇરાકના એરબિલમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ પાસે વિસ્ફોટ, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડસે લીધી જવાબદારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.