સાન ફ્રાન્સિસ્કો : એક્સ કોર્પના માલિક એલોન મસ્ક આવતા અઠવાડિયે ઇઝરાયેલની મુલાકાત લેશે અને યહૂદી વિરોધી વિવાદો ( Antisemitism controversies ) વચ્ચે એકતાના સંકેતરૂપે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલોન મસ્ક ગાઝા પટ્ટીની મુલાકાત લેશે અને 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલા પછી વસાહતની પરિસ્થિતિ જોવા જાય અપેક્ષા છે. ઉલ્લેખનિય છે કે, આ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા. આ સમાચાર સૌપ્રથમ ઇઝરાયેલી મીડિયા આઉટલેટ N12 દ્વારા આપવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યહૂદી વિરોધી કન્ટેન્ટ મામલે આકરી ટીકાઓનો સામનો કર્યા બાદ એલોન મસ્ક ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને અને રાષ્ટ્રપતિ ઈસાગ હરજોગને મળશે. ઉપરાંત તેઓ ગાઝા સરહદ નજીકના વિસ્તારોની મુલાકાત લેશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નરસંહાર શરૂ કરવા માટે આતંકવાદીઓએ ઇઝરાયેલ-ગાઝા સરહદ પાર કર્યા પછી જે વિનાશ સર્જયો હતો તેના પર પ્રત્યક્ષ નજર કરશે. ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરીને હમાસ સામે હુમલો શરૂ કર્યો હતો. હમાસ સંચાલિત પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ગાઝામાં ઇઝરાયલની સૈન્ય પ્રવૃત્તિમાં અંદાજે 13 હજાર લોકો માર્યા ગયા છે.
24 નવેમ્બરના રોજ ઇઝરાયલ અને હમાસે આતંકવાદી જૂથ દ્વારા રાખવામાં આવેલા 24 બંધકોને મુક્ત કરવાના બદલામાં ચાર દિવસીય યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. X પર યહૂદી વિરોધી ભાવનાથી લડવા માટે કથિત નિષ્ફળતાના કારણે તાજેતરના અઠવાડિયામાં એલોન મસ્કની ટીકા થઈ રહી છે. ગયા અઠવાડિયે જો બાઈડન વહીવટીતંત્રે યહૂદી લોકો વિશે અધમ જૂઠાણું પુનરાવર્તન કરવા બદલ એલોન મસ્કની ટીકા કરી હતી. એલોન મસ્કે યહૂદી વિરોધી ષડયંત્રના સિદ્ધાંતને શેર કરતી પોસ્ટનો જવાબ આપતા તેને વાસ્તવિક સત્ય ગણાવ્યું હતું.
એલોન મસ્કે આ ષડયંત્ર સિદ્ધાંતનો જવાબ આપ્યો જેણે 2018 માં પિટ્સબર્ગ આરાધનાલયમાં 11 લોકોની હત્યા કરનાર વ્યક્તિને પ્રેરણા આપી હતી. અગાઉ બિન-લાભકારી મીડિયા મૈટર્સે અહેવાલમાં દાવો કર્યો હતો કે, એલોન મસ્ક જેમ જેમ શ્વેત રાષ્ટ્રવાદી અને યહૂદી વિરોધી ષડયંત્ર સિદ્ધાંતોમાં આગળ વધી રહ્યા છે, તેમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એપ્પલ, બ્રાવો, આઈબીએમ, ઓરેકલ અને એક્સફિનિટી જેવા પ્રમુખ બ્રાંડને એડોલ્ફ હિટલર અને તેની નાઝી પાર્ટીને સમર્થન કરતા કન્ટેન્ટ માટે જાહેરાત આપી રહ્યા છે.
અહેવાલમાં ટેક અને મીડિયા જાયન્ટ્સ જેમ કે Apple, IBM, Disney, Warner Bros., Discovery, Paramount, અને Comcast/NBCUniversalને X પરની તેમની જાહેરાતોને લાયન્સગેટ અને યુરોપિયન કમિશન સાથે દૂર કર્યા અથવા રોકી દેવામાં આવ્યા હતા. એલોન મસ્કે બાદમાં મીડિયા મેટર્સ પર કરારનો ભંગ, વ્યાવસાયિક બદનક્ષી અને સંભવિત આર્થિક લાભોમાં હસ્તક્ષેપનો આરોપ મૂકીને દાવો માંડ્યો હતો.