રિયાધ: G-20 દેશોના સંમેલન દરમિયાન સાઉદીના સુલતાને તમામ વિકાસશીલ દેશોને મદદ પૂરી પાડવા વિનંતી કરી છે. સાઉદી અરેબિયાના સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ G -20 દેશોનe સમિતીની અધ્યક્ષતા કરી રહ્યાં છે. તેમણે ગુરુવારે વીડિયો કોન્ફરન્સથી સંમેલનનું આયોજન કર્યું હતું.
G-20 દેશોએ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે 5 ટ્રિલિયન (50 અરબ ડૉલર) ખર્ચ કરવાની જાહેરાત કરી છે. ચીનથી ફેલાયેલા કોરોના વાઇરસે વિશ્વને ઝપેટમાં લીધું છે. જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા આર્થિક મંદીના સ્તરે પહોંચી ગઈ છે.
સાઉદી અરેબિયાના સુલતાન રાજા સલમાનની અધ્યક્ષતામાં G-20 દેશોની તાત્કાલીન બેઠક મળી હતી. વડાપ્રધાન મોદી, અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાન રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, G-20 નેતાઓને કોરોના વાઇરસથી ફેલાતા રોગચાળાની સામે લડવાની યોજનાઓ બનાવવાની જાહેરાત કરી હતી.