ETV Bharat / international

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા - તાલિબાન

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંની સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે અમરૂલ્લાહ સાલેહે કહ્યું હતું કે, અત્યારે હું દેશમાં જ છું અને કાયદેસર કેરટેકર રાષ્ટ્રપતિ છું. હું તમામ નેતાઓથી સંપર્ક કરી રહ્યો છું, જેથી તેમનું સમર્થન મળે અને સંમતિ બની શકે.

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા

author img

By

Published : Aug 18, 2021, 10:48 AM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંની સ્થિતિ કથળી ગઈ છે
  • અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પોતાને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા
  • હવે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહ છે

ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. એક તરફ વિદેશોથી મળનારી સહાયતા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવામાં આવી રહી છે. મોટાભાગના દેશોએ પોતાના દૂતાવાસ ખાલી કરી દીધા છે. તો બીજી તરફ લોકો જીવ બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે અફઘાનિસ્તાનના પહેલા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, તેઓ તમામ નેતાઓથી સંપર્ક કરી રહ્યા છે, જેથી તેમની મદદ અને સંમતિ સુનિશ્ચિત કરી શકાય.

અમરૂલ્લા સાલેેહે મંગળવારે ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી

આ પણ વાંચો- વિજય બાદ તાલિબાની લડવૈયાઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ

અફઘાનિસ્તાનના સંવિધાન મુજબ હું કેરટેકર રાષ્ટ્રપતિ છું

અમરૂલ્લા સાલેેહે મંગળવારે ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનનું સંવિધાન તેમની આની જાહેરાત કરવાની શક્તિ આપે છે. તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે, અફઘાનિસ્તાનના સંવિધાન અનુસાર, રાષ્ટ્રપતિના રાજીનામા, તેમના નિધન, ભાગી જવા કે ગેરહાજરીમાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કેરટેકર રાષ્ટ્રપતિ હશે. હું અત્યારે દેશમાં જ છું અને કાયદેસર કાર્યવાહક રાષ્ટ્રપતિ છું.

આ પણ વાંચો- કાબુલથી રવાના થયેલા લશ્કરી વિમાનના વ્હીલ વેલમાં માનવ અવશેષો મળ્યા: યુએસ એરફોર્સ

હું તાલિબાન સામે ક્યારેય નહીં ઝૂકુંઃ અમરૂલ્લા સાલેહ

આ પહેલા અમરૂલ્લાહ સાલેહે ટ્વિટ કરી કહ્યું હતું કે, તેઓ કોઈ પણ સ્થિતિમાં તાલિબાની સામે નહીં ઝૂકે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું હતું. જ્યારે અફઘાનિસ્તાન સરકાર અને તાલિકાન સત્તાને શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું ક્યારેય પણ અને કોઈ પણ પરિસ્થિતિમાં તાલિબાની આતંકવાદીઓ સામે નહીં ઝૂકું. હું નાયક અહમદ શાહ મસૂદ, કમાન્ડર, લિજેન્ડ અને ગાઈડની આત્મા અને વારસાની સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું. મારી વાત સાંભળનારાઓને નિરાશ નહીં કરું. હું તાલિબાન સાથે ક્યારે પણ એક છતની નીચે નહીં રહું, ક્યારેય નહીં.

અફઘાનિસ્તાનને અપાતી વિકાસ સહાયતા જર્મનીએ બંધ કરી

તાલિબાનના કબજા પછી જર્મનીએ અફઘાનિસ્તાનને આપવામાં આવતી વિકાસ સહાયતા પર રોક લગાવી દીધી છે. જર્મનીના વિકાસ પ્રધાન ગર્ડ મુલરે કહ્યું હતું કે, સરકારી વિકાસ સહાયતા પર અત્યારે રોક લગાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે, જર્મનીની વિકાસ એજન્સી જીઆઈઝેડ (GIZ)ના આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ અને તમામ જર્મન નાગરિકોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જર્મની સ્થાનિક અફઘાની કર્મચારીઓને પણ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.