નવી દિલ્હી :ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરૂવારે જણાવ્યું કે,કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી દવા રેમડેસિવીર (Remdesivir)ને રેમડેક બ્રાન્ડના નામથી ભારતીય બજારોમાં રજૂ કરવામાં આવશે. કંપનીએ શેરબજારને જણાવ્યું કે, રેમડેકની 100 મિલીગ્રામની શીશીની કિંમત 2,800 રૂપિયા છે. જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવીરની સોથી સસ્તી બ્રાન્ડ છે.
ઝાયડસ કેડિલાએ જણાવ્યું કે, આ દવા તેના વિતરણ નેટવર્ક દ્વારા આખા દેશમાં ઉપલબ્ધ થશે. આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળશે. કેડિલા હેલ્થકેરના પ્રબંધ નિર્દશક ડૉ. શરવિલ પટેલે કહ્યું કે, રેમડેકસ સૌથી સસ્તી દવા છે. કારણ કે, અમે ઇચ્છીએ છીએ કે, કોવિડ-19ની સારવાર માટે આ દવા વધુમાં વધુ દર્દી સુધી પહોંચી શકે.
આ દવા માટે ઝાયડસ કેડિલા કોવિડ-19 ની વેક્સિન પણ બનાવવાની કોશિષ કરી રહી છે, અને ઝાયકોવ-ડી નામની આ વેક્સિન ક્લિનિકલ પરિક્ષણના બીજા તબક્કામાં છે.