લંડન: થોડા દિવસો પહેલા ફ્રાંસમાં છરીબાજીના હુમલા બાદ યૂરોપીય દેશ ઓસ્ટ્રેિયાની રાજધાની વિયનામાં મુંબઈ જેવો આતંકી હુમલો થયો છે. ઓસ્ટ્રેિયા અને ફ્રાંસમાં હુમલા બાદ હવે બ્રિટેનમાં આતંકી હુમલાને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ ઘટનાઓ સાથે યૂનાઈટેડ કિંગ્ડમમાં હુમલાના ખતરાની સંભાવના માનવામાં આવી રહી છે.
આતંકવાદી હુમલાની વધુ સંભાવના
યૂરોપીય દેશ ઓસ્ટ્રેિયાની રાજધાની વિયનામાં કેટલાક આતંકીઓ એક સાથે એક સ્થાન પર અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યા છે. હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા તેમજ ઘાયલ થયા છે. ત્યારબાદ બ્રિટેનના ગૃહ સચિવ પ્રીતિ પટેલે કહ્યું કે, સ્વતંત્ર સંયુક્ત આતંકવાદ વિશ્લેષણ કેન્દ્રએ બ્રિટેનના રાષ્ટ્રીય આતંકવાદના ખતરાને વધુ ગંભીર રુપમા બદલ્યું છે. જેને લઈ આતંકવાદી હુમલાની વધુ સંભાવના છે. આ માટે જનતાએ સાવચેતીના ભાગ રુપે સતર્ક રેહવું પડશે.
ઓસ્ટ્રેિયામાં થયેલા આતંકી હુમલા બાદ ફ્રાંસે બદલો લીધો
આપને જણાવી દઈએ કે, અમેરિકી સરકારમાં સંયુક્ત આતંકવાદ વિશ્લેષણ કેન્દ્ર જે જૂન 2003માં સ્થાપિત કરવામાં આવ્યું હતુ. ગુપ્તચર જાણકારી મળી છે કે, હાલમાં જ થયેલા હુમલાને કારણે બ્રિટેનમાં પણ આતંકી હુમલાની ચેતાવણી આપી છે. ઓસ્ટ્રેિયામાં થયેલા આતંકી હુમલા બાદ ફ્રાંસે બદલો લીધો છે. ફ્રાંસે અલ કાયદાના આતંકીઓ પર પ્રહાર કર્યો છે. માલીમાં આતંકિયોના સ્થાન પર ફાંસે હવાઈ હુમલો કર્યો છે. જેમાં કેટલાક આતંકી માર્યા ગયા છે.