- ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સિનને સપ્ટેમ્બર મધ્ય સુધી મંજૂરી મળવાની શક્યતા
- W.H.O આગામી મહિને કોરોના વેક્સિનને (Corona Vaccine) ઈમરજન્સી મંજૂરી આપી શકે છે
- ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સિન માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીની સમીક્ષા ઘણી સારી છે
જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા ભારતમાં બનેલી કોરોનાની વેક્સિનને (Corona Vaccine) ઈમરજન્સી મંજૂરી આપવા પર આગામી મહિને નિર્ણય લેવાઈ શકે છે. આ વેક્સિનને અત્યાર સુધી કોઈ પણ પશ્ચિમી દેશની નિયમનકારી સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં નથી આવી.
આ પણ વાંચો- પશ્ચિમ આફ્રિકામાં Marburg virus રોગનો પ્રથમ કેસ મળ્યો: WHO
વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)નાં વેક્સિન માટે સહાયક મહાનિદેશકે આપી માહિતી
વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)નાં વેક્સિન માટે સહાયક મહાનિદેશક ડો. મરિયંગેલા સિમાઓએ કહ્યું હતું કે, ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સિન માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીની સમીક્ષા ઘણી સારી છે અને આશા છે કે, સપ્ટેમ્બરના મધ્ય સુધી અધિકારી કોઈ નિર્ણય પર પહોંચી જશે.
ભારતના વૈજ્ઞાનિકોના મતે આ વેક્સિન 78 ટકા સુધી અસરકારક
આ વેક્સિન પર કેટલાક અધ્યયન પ્રકાશિત થયા છે. ભારતના કોઈ પણ અનુસંધાનકર્તાએ વેક્સિન પર ઉન્નત રિસર્ચ પ્રકાશિત નથી કર્યું. આ વેક્સિનને ભારતમાં ઈમરજન્સીની મંજૂરી મળી ચૂકી છે. ભારતના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વેક્સિન 78 ટકા સુધી અસરકારક છે.