ETV Bharat / international

Ukraine Russia invasion : રશિયાએ યુક્રેનમાં કર્યું સીજફાયર, યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે - જોપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ

યુક્રેન પર રશિયન લશ્કરી હુમલાનો (10th Day Of Ukraine Russia War) આજે 10મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ નિવાસ પર એક રોકેટનો ટુકડો છોડવામાં આવ્યો છે, જે વોલોડીમીર ઝેલેન્સકી પર હુમલો હોવાનું માનવામાં આવે છે. અહીં રશિયાએ અસ્થાયી યુદ્ધવિરામની (Russia Temporary announces ceasefire) જાહેરાત કરી છે.

Ukraine Russia invasion : રશિયાએ યુક્રેનમાં કર્યું સીજફાયર, યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે

author img

By

Published : Mar 5, 2022, 2:16 PM IST

નવી દિલ્હીઃ રશિયા યુક્રેન યુદ્ધના (10th Day Of Ukraine Russia War) 10મા દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે, રશિયાએ યુક્રેનમાં અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત (Russia Temporary announces ceasefire) કરી છે. ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે યુદ્ધવિરામ થશે. કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં.

રશિયાએ યુક્રેનમાં અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત કરી

મળતી માહિતી મુજબ માર્યુપોલ અને વોલ્નોવાખા વિસ્તારમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. સુમી અને ખાર્કોવમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. યુક્રેનમાં છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા રશિયા પર સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન એવી માહિતી મળી છે કે, રશિયાએ હવે યુદ્ધવિરામની વાત કરી છે. બંને દેશો વચ્ચે બે રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જ્યારે ત્રીજા રાઉન્ડની વાત સંભવતઃ આજે કે કાલે થઈ શકે છે. 24 ફેબ્રુઆરીથી ચાલી રહેલ બંને દેશો વચ્ચે આજે શનિવારે યુદ્ધના સમાચારો વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સરકારની ઓફર, આ રીતે થશે ફાયદો

રશિયન સેનાએ કિવ નજીક બુકામાં સામાન્ય લોકો પર ગોળીબાર કર્યો

આજે શનિવારે યુદ્ધવિરામની જાહેરાત પહેલા રશિયન સેનાએ કિવ નજીક બુકામાં સામાન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો. યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો છે કે, રશિયન સૈનિકોએ બુકામાં એક કાર પર પણ ગોળીબાર કર્યો છે. આ અકસ્માતમાં 17 વર્ષની છોકરી સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.

ભારતે પરમાણુ કેન્દ્રો પર હુમલા સામે ચેતવણી આપી

યુક્રેનના જોપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ (Joporizia nuclear plant) પર રશિયાના હુમલા પછી, ભારતે શુક્રવારે ચેતવણી આપી હતી કે, પરમાણુ સ્ટેશનો સાથે સંબંધિત કોઈપણ દુર્ઘટનાના જાહેર આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર પરિણામો આવી શકે છે. UN સુરક્ષા પરિષદે યુક્રેનમાં ઉદ્ભવતા માનવીય સંકટને "સમજવું" જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારત પરમાણુ પ્લાન્ટની સલામતીને સુનિશ્ચિત કરવા માટે સર્વોચ્ચ મહત્વ આપે છે કારણ કે પરમાણુ મથકોને સંડોવતા કોઈપણ અકસ્માતો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર અસરો કરી શકે છે.

હિંસાનો 'તાત્કાલિક અંત' કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો

ટીએસ તિરુમૂર્તિએ આશા વ્યક્ત કરી હતી કે, રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત તરત જ સુરક્ષિત માનવતાવાદી કોરિડોર સ્થાપિત કરશે. તિરુમૂર્તિએ કહ્યું કે, તે "અફસોસજનક" છે કે ગયા અઠવાડિયે આ મુદ્દે સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી ત્યારથી યુક્રેનની સ્થિતિ વણસી છે. તેમણે હિંસાનો 'તાત્કાલિક અંત' કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુનરોચ્ચાર કર્યો છે કે મતભેદોને સતત વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા જોઈએ.

આ પણ વાંચો: WAR 10th Day : રશિયા યુક્રેન ઘર્ષણ દસમાં દિવસે પણ યથાવત, તુર્કીએ મધ્યસ્થી કરવાનો કર્યો પ્રયાસ

UN સુરક્ષા પરિષદની 15 સભ્યોની યોજાઈ હતી ઈમરજન્સી બેઠક

UN સુરક્ષા પરિષદની 15 સભ્યોની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારત યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટ અને સ્ટેશનોની સુરક્ષા સાથે સંબંધિત વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ઉમેર્યું હતું કે, ભારત આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીની (IAEA) સુરક્ષા અને દેખરેખ પ્રવૃત્તિઓને ટોચની પ્રાથમિકતા આપે છે. UN સુરક્ષા પરિષદે યુક્રેનમાં આપણી સામે માનવીય સંકટને સમજવું જોઈએ, જ્યાં હજારો ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સહિત નિર્દોષ નાગરિકોની સલામતી જોખમમાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.