લંડન : આ પાછળની યોજના એ છે કે, જો દેશમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વણસે તો મહારાણી અને પ્રિન્સ ફિલિપને સેંડ્રિંગમમાં અલગ રાખી શકાય.આ જાણકારી રવિવારે સામે આવી હતી. શાહી પરિવારના સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, મહારાણીને વિન્ડસર લઈ જવાયા છે. જણાવાયું કે, ‘તેમનું સ્વાસ્થ્ય સારું છે પરંતુ તેમને ત્યાંથી દૂર લઈ જવા જ યોગ્ય છે. તેમનો સ્ટાફ કોરોના વાયરસથી ભયભીત થયેલો છે.’
રિપોર્ટ પ્રમાણે, ‘આ પેલેસમાં દુનિયાભરથી આવતા નેતાઓની મહેમાનગતિ કરવામાં આવે છે. મહારાણીએ હાલમાં જ ઘણાં નેતાઓ સાથે મુલાકાત કરી હતી.તેમના 94મા જન્મદિવસને હવે થોડા જ અઠવાડિયા રહી ગયા છે ત્યારે સલાહકારોનું માનવું છે કે તેમને કોઈ નુકસાન ના થાય એટલે સ્થળાંતર કરવું યોગ્ય છે.’
બર્મિંગમ પેલેસમાં લગભગ 500 લોકોનો સ્ટાફ છે. તો વિન્ડસરમાં 100 અને સેંડ્રિગમમાં ડઝન લોકો છે. પેલેસમાં મે અને જૂન મહિનામાં થનારી ગાર્ડન પાર્ટીઓ રદ્દ અથવા સ્થગિત કરી દેવામાં આવશે. આ પાર્ટીમાં લગભગ 30 હજાર મહેમાન ભાગ લેશે. મહારાણી 6 જૂને યોજાનારી એપ્સમ ડર્બીમાં પણ ભાગ નહીં લે.
પેલેસના પ્રવક્તાને ટાંકીને ‘ધ સને’ લખ્યું, ‘ભવિષ્યમાં યોજાનારા કાર્યક્રમો માટે હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને સલાહ લેવાશે.’ બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1140 કેસની પુષ્ટિ થઈ છે અને 21 મોત થયા છે.
યુરોપમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈટાલીમાં એક દિવસમાં સૌથી વધુ 368 લોકો મોતને ભેટ્યા છે.
સ્પેનમાં પણ કોરોનાનો કહેર છે. સ્પેનમાં 100થી વધુ લોકો આ બીમારીનો શિકાર બન્યા છે. દુનિયાભરમાં 1,50,000થી વધુ લોકો આ ખતરનાક વાયરસની ચપેટમાં આવ્યા છે.