- ભારત-EU નેતાઓની બેઠક અને કોવિડ -19ને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરાઈ
- બન્ને વડાપ્રધાનોએ કોરોના રસીકરણ અંગે સમીક્ષા કરી
- બન્ને વડાપ્રધાનોએ ફોન પર વાતચીત કરી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો લુઇસ સેન્ટોઝ દા કોસ્ટાએ મંગળવારે ફોન પર વાત કરી હતી. ફોન પર વાતચીત દરમિયાન તેમણે મે મહિનામાં યોજાનારી ભારત-EUના પ્રથમ નેતાઓની બેઠકની તૈયારીઓની સમીક્ષા કરી.
આ પણ વાંચો: વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારત અને પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા કરી ચર્ચા
બન્ને વડાપ્રધાનોએ કોરોના રસીકરણ અંગે સમીક્ષા કરી
વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બન્ને નેતાઓએ તેમના દેશોમાં કોવિડ -19 સંબંધિત પરિસ્થિતિની પણ સમીક્ષા કરી અને મહામારીને સમાપ્ત કરવા માટે રસીના વહેલા અને સમાનરૂપે વિતરણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
બન્ને વડાપ્રધાનોએ ફોન પર વાતચીત કરી
વડાપ્રધાન મોદીએ દા કોસ્ટાને ભારતની રસીકરણ અભિયાન અને 70થી વધુ દેશોને ભારતની મદદ વિશે માહિતગાર કર્યા. સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત પોતાની ક્ષમતા અનુસાર અન્ય દેશોના રસીકરણના પ્રયાસોનું સમર્થન કરશે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો દ સોસા મળ્યા PM મોદીને, ભારત-પોર્ટુગલ વચ્ચે કરાયા અનેક મહત્વપૂર્ણ કરાર