જેમ્સ પીબલ્સને 'ભૌતિક બ્રહ્માંડ વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધો માટે' એનાયત કરાયો છે. જ્યારે મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝને સંયુક્ત રીતે "એક સૂર્ય પ્રકારના તારાની પરિક્રમા કરતા અક્ઝોપ્લેનેટની શોધ માટે" નોબેલ પ્રાઈઝ અપાયો છે. 2019 માટે ભૌતિકનો નોબેલ પુરસ્કાર સ્વિઝરલેન્ડના મિશેલ મેયર, દિદિઅર ક્વોલોજ અને કેનેડિયન અમેરિકન ભૌતિકવિદ જેમ્સ પીબલ્સને આપવામાં આવ્યો છે. જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સિદ્ધાંતિક શોધ માટે અને મિશલ મેયર, દિદિઅર ક્વોલોજને સંયુકત રૂપથી સૌર મંડલની બહાર એક ગ્રહ (એક્ઝોપ્લેનટ)ની શોધ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ગ્રહ સૂર્ય જેવા કોઈ પણ તારાના ચક્કર લગાવી રહ્યો છે.
જેમ્સ પીબલએ યુવાઓને કહ્યું કે, આપે વિજ્ઞાનમાં પ્રેવશ કરવો જોઇએ.તેનાથી પ્રેમ કરવો જોઇએ. મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝે ઓક્ટોબર, 1995માં સૌ પ્રથમ એ શોધ કરી હતી કે, સૌર મંડળથી બહાર પણ એક તારો છે, જેનું પોતાનું એક સૌર મંડળ છે. જેનું નામ મિલ્કી વે (Milky Way) છે. દક્ષિણ ફ્રાન્સમાં હોટે-પ્રોવેન્સ ઓબ્ઝર્વેટરીમાં તેમણે હાથે બનાવેલા સાધનોની મદદથી 51 Pegasi b નામનો એક તારો શોધી કાઢ્યો હતો, જે અપણા સૌર મંડળના તારા ગુરૂ કરતાં પણ મોટો છે અને ગેસથી ભરેલો ગોળો છે.