ETV Bharat / international

Ukraine Russia invasion : ઇઝરાયેલના PM રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા - ઇઝરાયેલના PM રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વાતચીતનો માર્ગ તૈયાર કરવાના પ્રયાસો ચાલુ છે. આ ક્રમમાં, ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે (Israels Prime Minister Naftali Bennett) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે મુલાકાત કરી છે.

Ukraine Russia invasion : ઇઝરાયેલના PM રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા

author img

By

Published : Mar 6, 2022, 6:37 AM IST

નવી દિલ્હી: ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે (Israels Prime Minister Naftali Bennett) યુક્રેન વાટાઘાટો માટે ક્રેમલિનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે મુલાકાત કરી છે, એમ AFPના અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો: રશિયાએ યુક્રેનમાં કર્યું સીજફાયર, યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે

યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે 100 ટન માનવતાવાદી સહાય મોકલી

રશિયા યુક્રેન (Russia Ukraine War) સંકટ વચ્ચે, ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે (Israels Prime Minister Naftali Bennett) કટોકટીનો અંત લાવવા માટે બંને વચ્ચે વાતચીતમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. બેનેટે તેમની કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં લડાઈમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે દેશ 100 ટન માનવતાવાદી સહાય તબીબી સાધનો અને દવા, તંબુ, સ્લીપિંગ બેગ અને ધાબળા સહિત મોકલી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનો 629 ભારતીયોને લઈને પહોંચ્યા દિલ્હી

કટોકટીનો અંત લાવવા માટે રશિયા સાથેની વાતચીતમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી

બેનેટે ઇઝરાયેલના જાહેર પ્રસારણકર્તા કેન્સના અહેવાલ પર ટિપ્પણી કરી ન હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિએ તેમને કટોકટીનો અંત લાવવા માટે રશિયા સાથેની વાતચીતમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. બેનેટની ઓફિસે પુષ્ટિ કરી કે ફોન પર વાતચીત થઈ હતી, પરંતુ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે હવે બંનેની મુલાકાતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.