મોસ્કો : ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશોમાં વધી રહેલા તણાવ વચ્ચે ગલવાન ખીણમાં 15 જૂને આ સંમેલન યોજાયું હતું. 20 ભારતીય સૈન્ય જવાનોની શહાદત બાદ પ્રદેશમાં અસ્થિરતાના વાતાવરણને પગલે આ ક્ષેત્રમાં તણાવ વધુ તીવ્ર બન્યો હતો.
લાવરોવે કહ્યું કે, "મને નથી લાગતું કે, ભારત અને ચીનને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર છે, ખાસ કરીને સરહદ વિવાદના નિરાકરણમાં બન્ને દેશોને કોઇ સહાયની જરૂર નથી." તેમણ જણાવ્યું કે, સરહદ પર આ બનાવની જાણ થતાં જ સ્થળ પર હાજર સૈન્ય કમાન્ડ અને વિદેશ પ્રધાનો વચ્ચેનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો હતો અને એક બેઠક યોજવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે , ભારત અને ચીને તેમના સરહદ વિવાદના શાંતિપૂર્ણ નિરાકરણમાં કોઈપણ તૃતીય પક્ષની ભૂમિકાને નકારી છે. રશિયાના બંને દેશો સાથે સારા સંબંધો છે. ગત સપ્તાહે રશિયાએ આ અથડામણ પર ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ આશા છે કે, બન્ને દેશો આ વિવાદનો ઉકેલ પોતે શોધી શકે છે.