ETV Bharat / international

કોરોના વાઈરસઃ ફિનલેન્ડની રાજધાની સહિત દક્ષિણ ક્ષેત્રમાંથી નાકાબંધી હટાવાઇ - કોવિડ 19 લેટેસ્ટ ન્યૂઝ

કોવિડ 19ને લીધે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને ફિનલેન્ડની સરકારે દક્ષિણી ભાગમાંથી હટાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે, ઉસિમ્મા ક્ષેત્રમાં લગભગ 17 લાખ લોકો રહે છે, જે દેશની કુલ આબાદીના એક તૃત્રિયાંશ છે. આવા ક્ષેત્રમાં રાજધાની હેલ્સિંકી પણ છે, જેની આબાદી લગભગ 6 લાખ 50 હજાર છે. કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત આ ક્ષેત્ર થયા છે અને દેશના અન્ય ભાગોમાં સંક્રમણ ફેલાવાને રોકવા માટે અહીંયાના લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Etv Bharat, Gujarati News, Covid 19, Finland News
Finland ends blockade on capital, retains other restrictions
author img

By

Published : Apr 16, 2020, 1:42 PM IST

હેલ્સિંકીઃ ફિનલેન્ડની સરકારે દેશના દક્ષિણી વિસ્તારી નાકાબંધીનો અંત લાવ્યો છે. આ ક્ષેત્રમાં દેશની રાજધાની હેલ્સિંકી પણ છે.

આ કોવિડ 19ને લીધે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધમાં ઢીલ આપવાની દિશામાં પહેલું પગલું છે.

ન્યાય પ્રધાન અન્ના માઝા હેનરિક્સને બુધવારે જણાવ્યું હતું કે, સરકારે ઉસિસ્મા ક્ષેત્રમાં નાગરિકોની અવર-જવર પર રાખેલી રોકને હટાવી છે. આ ક્ષેત્રમાં અવર-જવર પર 28 માર્ચે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉસિમ્મા ક્ષેત્રમાં લગભગ 17 લાખ લોકો રહે છે, જે દેશની કુલ આબાદીના એક તૃત્રિયાંશ છે. આવા ક્ષેત્રમાં રાજધાની હેલ્સિંકી પણ છે, જેની આબાદી લગભગ 6 લાખ 50 હજાર છે. કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત આ ક્ષેત્ર થયા છે અને દેશના અન્ય ભાગોમાં સંક્રમણ ફેલાવાને રોકવા માટે અહીંયાના લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન સન્ના મારિને કહ્યું કે, અન્ય કોરોના વાઇરસ સંબંધિત પ્રતિબંધો ફિનલેન્ડમાં લાગુ રહેશે, જેમાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા થવા અને શાળાઓ ખોલવા પર રોક યથાવત છે.

વધુમાં જણાવીએ તો ફિનલેન્ડમાં કોરોના વાઇરસના સંક્રમણના 3,237 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 64 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.