ETV Bharat / international

રશિયાએ મંજૂરી આપેલી રસી ઉન્નત પરીક્ષણ ચરણોમાં નથીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, આ અઠવાડિયે રશિયાએ જે રસીને મંજૂરી આપી છે, તે નવ તબક્કામાં સામેલ નથી, જેને તે પરિક્ષણના ઉન્નત ચરણોમાં ગણે છે.

WHO
WHO
author img

By

Published : Aug 14, 2020, 10:23 AM IST

Updated : Aug 14, 2020, 10:39 AM IST

લંડનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, આ અઠવાડિયે રશિયાએ જે રસીને મંજૂરી આપી છે, તે નવ તબક્કામાં સામેલ નથી, જેને તે પરિક્ષણના ઉન્નત ચરણોમાં ગણે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને એક રોકાણ તંત્ર અંતર્ગત નવ પ્રયોગાત્મક કોવિડ 19 રસીને સામેલ કર્યા છે. WHO વિભિન્ન દેશોને કોવેક્સ સુવિધાના નામ આ રોકાણ તંત્ર સાથે જોડાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ પહેલ વિભિન્ન દેશોની રસી સુધી શરૂઆતી પહોંચ કાયમ માટે તેને વિકસિત કરવામાં રોકાણ કરવા તથા વિકાસશીલ દેશોને નાણાકીય મદદ પહોંચાડવા માટે વ્યવસ્થા પ્રદાન કરે છે.

સંગઠનના મહાનિર્દેશકના વરિષ્ઠ સલાહકાર ડૉ. બ્રુસ એલ્વાર્ડે કહ્યું કે, આ સમય રુસની રસીને લઇને નિર્ણય કરવા માટે આપણી પાસે પર્યાપ્ત સૂચના ઉપલબ્ધ નથી. અમે તે ઉત્પાદનની સ્થિતિ, પરીક્ષણના ચરણો અને આગળ શું થઇ શકે છે, તેના પર અતિરિક્ત સુચના માટે રુસ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોના વાઇરસ માટે વિકસિત કરેલી રસીને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ રસીએ અત્યારે લોકોમાં ઉન્નત પરીક્ષણ પુરૂં કર્યું નથી. રશિયા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, આ રસી બે વર્ષ સુધી સુરક્ષા પ્રદાન કરશે.

Last Updated : Aug 14, 2020, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.