ઈરાકમાં શનિવારે ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની અને ઈરાકી અર્ધસૈન્ય બળના ઉપ પ્રમુખ મહદી અલ મુહંદિસના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. તેના જુલુસમાં હજારો લોકો સામેલ થયા, તેમણે અમેરિકા મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
જનરલ સુલેમાની ઈરાનના કુદસ દળના વડા હતા અને તેની પ્રાદેશિક સુરક્ષા વ્યૂહરચનાના માસ્ટર માઇન્ડ હતા. શુક્રવારે ઇરાકની રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક હવાઇ હુમલામાં તેમને મારવામાં આવ્યા હતા.
ગ્રીન ઝોન સરકાર અને રાજદ્વારી સંકુલમાં જતા પહેલા, બગદાદના કાઝિમિયામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં થનારા રાજકીય અંતિમ સંસ્કારમાં ઘણા ટોચનાં લોકો હાજર હતા.
અંતિમ સંસ્કારમાં સામેલ થનારા ઘણા લોકોએ કાળા કપડા પહેર્યા હતાં,અને તેમના હાથમાં ઇરાકી અને ઇરાન સમર્પિત મિલિશિયાના ઝંડા હતા, જે સુલેમાનીના વફાદાર છે.
જનરલ સુલેમાની (62)ને આયતુલ્લા ખામેની બાદ ઇરાનમાં સૌથી શક્તિશાળી માનવમાં આવતા હતા. તેમની કુદસ ફોર્સ ઇરાની ક્રાંતિકારી ગાર્ડ્સનું એકમ હતું જે સીધા આયતોલ્લાહને રિપોર્ટ કરે છે.