SCO સમિટના બીજા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનથી દૂર રહ્યા હતા. PM મોદી શુક્રવારે બિશ્કેકમાં યોજાયેલી કાર્યક્રમમાં ફોટો શૂટ દરમિયાન PM મોદીએ ઈમરાન ખાનથી દૂર રહ્યા.

જ્યારે ફોટો શૂટ માટે રાષ્ટ્રઅધ્યક્ષોને એક સાથે બોલાવવામાં આવ્યાં, તે સમયે મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે ચાલી રહ્યા હતા. જ્યારે ઈમરાન બાકી નેતાઓની પાછળ હતા.

PM મોદીનો શુક્રવારનો કાર્યક્રમઃ ડૉ. હસન રુહાની, ભારત-કઝાખસ્તાન, દ્વિપક્ષીય વાર્તા, પ્રેસ કોન્સફોરન્સ પણ શુક્રવારના કાર્યક્રમમાં શામેલ છે.
શુક્રવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના પ્રમુખોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં કઝાખસ્તાનના પ્રમુખ, બધા SCO લીડર્સની સાથે ફોટો સેશન, બેલારૂસ, મંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત શામેલ છે. બધી મુલાકાતો પૂરી થયા બાદ PM દિલ્હી માટે રવાના થશે.