કાઠમાંડૂઃ નેપાળ સરકારે ઓગસ્ટના મધ્ય સુધી ભારત, ગૂગલ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાના સંશોધિત નક્શા મોકલવાની જાહેરાત કરી છે. આ સંશોધિત નક્શામાં વિવાદિત ક્ષેત્ર લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને સામેલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારો પર ભારત પોતાનો દાવો કરે છે.
નેપાળની ભૂમિ પ્રબંધન પ્રધાન પદ્મા કુમારી આર્યલે કહ્યું કે, અમે અમારા નવા નક્શાને સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન એજન્સીઓ અને ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલી રહ્યા છીએ, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરા વિસ્તાર સામેલ છે. આ મહીનાના મધ્ય સુધી પ્રક્રિયા પુરી થઇ જશે.
પદ્મા આર્યલે મીડિયાને જણાવ્યું કે, તેમના મંત્રાલયે માપન વિભાગને નેપાળના નક્શાની ચાર હજાર કૉપી અંગ્રેજીમાં છાપવાનો નિર્દેશ આપ્યો છે. જેમને આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવા જણાવ્યું છે.
માપન વિભાગે દેશની અંતર વહેંચવા માટે 25 હજાર નક્શા પહેલા જ પ્રિન્ટ કરાવ્યા છે. જેમણે રાષ્ટ્રભરમાં વિતરિત કરવામાં આવ્યા છે. પ્રાંતીય અને અન્ય બધા સાર્વજનિક કાર્યાલયોને મફતમાં કૉપી આપવામાં આવશે, તો નેપાળી લોકો તેને 50 રુપિયામાં ખરીદી શકે છે.
નેપાળ સરકારે 20 મેએ વિવાદિત વિસ્તાર લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને સામેલ કરતા સંશોધિત રાજકીય અને પ્રશાસનિક માનચિત્ર જાહેર કર્યું હતું.
જેના પર ભારતે કહ્યું હતું કે, નેપાળની એકતરફની કાર્યવાહી ઐતિહાસિક તથ્યો અને પુરાવા પર આધારિત નથી.
ભારતે એમ પણ કહ્યું હતું કે, આ પગલુ રાજકીય વાતચીતના માધ્યમથી સીમાના મુદ્દાઓના નિરાકરણ માટે દ્વિપક્ષીય સમજણથી વિપરીત છે. ક્ષેત્રીત દાવાના આવા બનાવટી વિસ્તારને ભારત દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.