- નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ નેતા પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' ના આરોપોને ફગાવ્યો
- અધ્યક્ષ 'પ્રચંડ' દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોના જવાબમાં 38 પાનાના દસ્તાવે
કાઠમંડુ: નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ શનિવારના રોજ નેપાળ સામ્યવાદી પાર્ટીના નેતા પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' ના આરોપોને ફગાવ્યા હતો અને જણાવ્યુ હતુ કે, તેઓ પક્ષની સલાહ લીધા વિના સરકાર ચલાવી રહ્યા છે.
દેશમાં સત્તાધારી નેપાળ સામ્યવાદી પાર્ટી (સીપીએન) ની બહુ રાહ જોઈ રહેલા કેન્દ્રીય સચિવાલયની બેઠકમાં વડા પ્રધાન ઓલીએ શનિવારના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ 'પ્રચંડ' દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોના જવાબમાં 38 પાનાના અલગ રાજકીય દસ્તાવેજ રજૂ કર્યો હતો.
ઓલી 18 નવેમ્બરના રોજ સભામાં પ્રસ્તુત 19 પાનાના રાજકીય પત્રમાં પ્રચંડ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપી રહ્યા હતા. તેમના અહેવાલમાં પ્રચંડએ ઓલી પર પક્ષની સલાહ લીધા વગર સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.