- ઈરાને નવા ભૂગર્ભ મિસાઇલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું
- ઇરાને 2011થી દેશભરમાં ભૂગર્ભ સેન્ટરની સંખ્યામાં વધારો કર્યો
- ભૂગર્ભ મિસાઇલ સેન્ટરનું ઉદ્ઘાટન ઈરાનના અર્ધ લશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરાયું
તેહરાન: ઈરાનની અર્ધ લશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા મિસાઇલ સંગ્રહ માટે નવા ભૂગર્ભ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માહિતી દેશના સરકારી ટેલિવિઝન દ્વારા આપવામાં આવી હતી.
ભૂગર્ભ મિસાઇલ સેન્ટરનું ઉદ્ઘાટન ઈરાનના અર્ધ લશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરાયું
આ અંગે ગાર્ડના કમાન્ડર જનરલ હુસૈન સલામીના હવાલાથી કહેવામાં આવ્યું કે, ક્રુઝ અને બૈલેસ્ટિક મિસાઇલ, નેવીને વધુ શક્તિશાળી બનાવશે. ટેલિવિઝન પર એક બંધ જગ્યામાં ડઝનેક મિસાઇલોના ફૂટેજ દેખાડવામાં આવ્યા જે ભૂગર્ભ કોરિડોરને મળતા આવતા હતા. તેઓએ એ ન બતાવ્યું કે, આ કેન્દ્ર ક્યાં છે અને ન તો ત્યાં મુકેલી મિસાઇલોની સંખ્યા બતાવી.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા મડાગાંઠ: કુશળ રાજદ્વારી પગલાંથી મોટી કટોકટી ટળી
ઇરાને 2011થી દેશભરમાં ભૂગર્ભ કેન્દ્રોની સંખ્યામાં વધારો કર્યો
ઇરાને 2011થી દેશભરમાં ભૂગર્ભ સેન્ટરની સંખ્યામાં વધારો કર્યો છે. અમેરિકા અને તેના સાથીઓ ઈરાનના મિસાઇલ અને પરમાણુ પ્રોગ્રામને એક ખતરા તરીકે જૂએ છે.
આ પણ વાંચો: અખાતની તંગ પરિસ્થિતિમાં ભારત સામે પડકાર