ETV Bharat / international

ઇન્ડોનેશિયામાં બસ ખીણમાં પડી, 27 યાત્રાળુઓના મોત - બસ ખીણમાં પડી

ઇન્ડોનેશિયાના જાવા આઇલેન્ડમાં પ્રવાસીઓની એક બસ ખીણમાં પડી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 39 લોકો ઘાયલ થયા છે.

ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા
author img

By

Published : Mar 11, 2021, 6:15 PM IST

  • માધ્યમિક શાળાના વિદ્યાર્થી-વાલીની બસ ખીણમાં ખાબકી
  • ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થયા
  • ઇન્ડોનેશિયામાં માર્ગ અકસ્માત વારંવાર બનતા હોય છે

જકાર્તા: ઈન્ડોનેશિયાના જાવા આઇલેન્ડમાં પ્રવાસી બસ ખાડામાં પડી જવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થયા છે અને 39 અન્ય લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશના ચંબામાં બસ ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

પોલીસ અને બચાવકર્તાઓએ આ માહિતી આપી હતી

સ્થાનિક પોલીસ વડા ઇકો પ્રસેતીયો રોબિઅન્ટોએ જણાવ્યું હતું કે, બસ બુધવારે પશ્ચિમ જાવાના સુબાંગ શહેરથી ઇસ્લામિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના જૂથને પ્રાંતના તાસિકમલય જિલ્લાના તીર્થસ્થાન પર લઈ ગઈ હતી. સુમેદંગ જિલ્લાના આ ઢાળવાળા વિસ્તારમાં બસચાલક બસને કાબૂમાં લેવામાં અસમર્થ થતાં બસ 20 મીટર ઉંડી ખીણમાં પડી ગઈ હતી. બચેલા લોકોનું કહેવું છે કે, વાહનના બ્રેક્સને નુકસાન પહોંચ્યું હતું. બચાવ એજન્સીના વડા ડીદાન રિદ્વંસહે જણાવ્યું હતું કે, 27 લોકોના મૃતદેહો અને 39 ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલ અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. ક્રેશ થયેલી બસમાં ફસાયેલી અન્ય એક વ્યક્તિની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 13 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને બસ ચાલક મૃત્યુ પામેલા લોકોમાંથી એક છે. ઇન્ડોનેશિયામાં સુરક્ષાના નબળા ધોરણો અને વણાંક પર પર્યાપ્ત માળખાગત સુવિધાના અભાવને કારણે માર્ગ અકસ્માત વારંવાર બનતા હોય છે. સુમાત્રા આઇલેન્ડમાં, ડિસેમ્બર 2019માં એક પેસેન્જર બસ 80 મીટર ઉંડી ખાઈમાં પડી જતા 35 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ જ રીતે, 2018 ની શરૂઆતમાં પશ્ચિમ જાવામાં એક બસ ખડકમાંથી પડી જતા 27 લોકોના મોત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.