- હૈતીમાં 7.2 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ
- સુનામીની આવવાની સંભાવના
- 227 લોકોના મોત
હૈતી : શનિવારે હૈતીમાં 7.2 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાઓ બાદ આ દરિયાકાંઠાના દેશમાં સુનામીનો ભય પણ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ સુનામીનું એલર્ટ જારી કર્યું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 227 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર સેન્ટ લૂઇસ ડુ સુડથી 12 કિમી ઉત્તરપૂર્વમાં હતું.
ભારતીય સમય અનુસાર સાંજે 5.59 વાગ્યે આવ્યો ભૂકંપ
રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા અને ગભરાઈ ગયા હતા.જ્યારે નાઓમી વર્નેઉસે જણાવ્યું કે, ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે, તેનો પલંગ પણ જોરદાર ધ્રુજવા લાગ્યો. મળતી માહિતી મુજબ ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 5.59 વાગ્યે આવ્યો હતો. ભૂકંપને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પડોશી દેશોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.
-
Haiti earthquake: Death toll rises to 227
— ANI Digital (@ani_digital) August 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI story | https://t.co/l2tiP7RCrU#Haiti #earthquake pic.twitter.com/KqixP9x3pU
">Haiti earthquake: Death toll rises to 227
— ANI Digital (@ani_digital) August 14, 2021
Read @ANI story | https://t.co/l2tiP7RCrU#Haiti #earthquake pic.twitter.com/KqixP9x3pUHaiti earthquake: Death toll rises to 227
— ANI Digital (@ani_digital) August 14, 2021
Read @ANI story | https://t.co/l2tiP7RCrU#Haiti #earthquake pic.twitter.com/KqixP9x3pU
સ્થાનિકો તસવીરો અને વીડિયો પોસ્ટ કરી
સ્થાનિકો સોશિયલ મીડિયા પર ભૂકંપ બાદની તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. અમેરિકી એજન્સીએ ચેતવણી આપી છે કે ભૂકંપને કારણે દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. હૈતીના નાગરિક સુરક્ષા નિયામક જેરી શેન્ડલરે કહ્યું, હું ખાતરી આપી શકું છું કે મૃત્યુ થયા છે. પરંતુ અમે હજી સુધી તેના વિશે
ભૂકંપ અને ચક્રવાતી તોફાનોએ ઘણી વખત તબાહી મચાવી
આ આપત્તિગ્રસ્ત કેરેબિયન દેશમાં ભૂકંપ અને ચક્રવાતી તોફાનોએ ઘણી વખત તબાહી મચાવી છે. 2018માં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં એક ડઝનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ વિનાશ 2010માં થયો હતો. 7.1ની તીવ્રતાના આ ભૂકંપમાં 3 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.ભૂકંપને કારણે હૈતીમાં ઘણી શાળાઓની ઇમારતો ઉપરાંત ઘરોને પણ નુકસાન થયું છે.ભૂકંપના તીવ્ર આંચકાઓ પછી શેરીઓમાં ભેગા થઈ ગયા હતા.