નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાઇરસથી મોતની સંખ્યા 10 લાખને પાર થઇ ગઇ છે. ભારતમાં કોરોનાથી મોતની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ છે. મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલા આંકડા અનુસાર અત્યારસુધીમાં દુનિયામાં કોરોનાથી મોતની સંખ્યા 10,00,040 થઇ ગઇ છે. કોવિડ-19 ને કારણે મોતની સંખ્યામાં ભારત ત્રીજા નંબર પર છે. સૌથી વધુ મોત અમેરિકામાં, બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર ભારત છે.
દુનિયામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા
- અમેરિકા- 2,03,620
- બ્રાઝીલ- 1,41,741
- ભારત-96,318
- મેક્સિકો-76,430
- યુકે-42,001
દુનિયામાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 3,32,49,563 કેસ સામે આવી ચૂક્યા છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાઇરસથી 180 દેશ ચપેટમાં છે. ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરલા આંકડા અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર થઇ ગયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61,45,291 પર પહોંચી ગઇ છે.