હૈદરાબાદઃ કોરોના મહામારીથી વિશ્વમાં 1,00,75,111 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 5,00,626 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 54,53,247 લોકો કોરોના વાઇરસના ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.
ચીનમાં કોવિડ 19ના 17 નવા કેસ નોંધાયા છે. આ બધામાંથી ત્રણ સિવાય અન્ય બિજિંગમાં ઘરેલુ ટ્રાન્સમિશનને કારણે થયા છે. બિજિંગ કે જે તાજેતરમાં કોરોના વાઇરસના ચેપમાં વધારો જોવા મળી રહ્યો છે.
ચીની રાજધાનીના અધિકારીઓ કહે છે કે, સમગ્ર શહેરમાં હેર અને બ્યુટી સલુન્સમાં પરીક્ષણો ચલાવવાની ઝુંબેશમાં હજી સુધી કોઈ સકારાત્મક કેસ જોવા મળ્યા નથી. જેનો સંકેત એ છે કે, તાજેતરમાં મોટા ભાગે નિયંત્રણમાં આવી ગયા છે.
રવિવારે કોઇ નવા મોત પણ નોંધાયા નથી. વધુમાં 83,500 પુષ્ટિ થયેલ કેસોમાં ચીનના કુલ નોંધાયેલા કેસ 4,634 છે.
શનિવારે પૂરા થયેલા ત્રણ દિવસીય ડ્રેગન બોટ ફેસ્ટિવલ દરમિયાન લાખો ચીની લોકોએ મુસાફરી કરી હતી, પરંતુ રાષ્ટ્રવ્યાપી દિશા-નિર્દેશો અમલમાં હતા.