- ઈરાકના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુમલો
- હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતો
- કોઈ પ્રકારની જાનહાની નહીં
બગદાદ: વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનોએ શનિવારે મોડી રાત્રે ઇરબિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું જ્યાં અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધન સૈનિકો ઉત્તરી ઇરાકમાં તૈનાત છે. હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. આ માહિતી કુર્દિશ શાસિત વિસ્તારમાં સુરક્ષા દળો અને અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
કુર્દિસ્તાનની આતંકવાદ વિરોધી સેવાએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા બે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનએ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. અર્ધ-સ્વાયત્ત ઉત્તરીય પ્રદેશના પ્રવક્તા લોક ગફૂરીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકો એરપોર્ટની બહારના ભાગમાં પડ્યા હતા અને હુમલાઓ ફ્લાઇટ્સને અસર કરશે તેવા અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે એરપોર્ટ હજુ ખુલ્લું છે અને કુર્દિશ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે
બગદાદમાં અમેરિકી હાજરી અને ઇરાકમાં લશ્કરી અડ્ડાઓને ડ્રોન અને રોકેટ હુમલાઓ દ્વારા નિશાન ન બનાવાયા બાદ આ પહેલો હુમલો છે. અગાઉ 8 જુલાઈએ ઈરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોનમાં જ્યાં અમેરિકી દૂતાવાસ સ્થિત છે ત્યાં રોકેટ હુમલા થયા હતા. જોકે કોઈ જાનહાની થઈ ન હતી.