- WHOના રિપોર્ટમાં કોરોનાની ઉત્પતિ અંગે થયો ખુલાસો
- કોરોના વાઇરસ ચામાચીડિયામાંથી અન્ય પ્રાણીઓ તેમજ મનુષ્યોમાં ફેલાયો
- ડ્રાફ્ટ રિપોર્ટમાં WHOની ટીમે આપી જાણકારી
ચીન : કોરોના વાઇસરની ઉત્પતિની જાણકારી મેળવવા માટે WHOની એક ટીમ વુહાન પહોંચી હતી. વર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસનું સંક્રમણ ચામાચીડિામાંથી અન્ય પ્રાણીઓ તેમજ મનુષ્યમાં ફેલાયો હશે. પ્રયોગશાળામાંથી આ વાઇરસના ફેલાવાની શક્યતા નહિવત છે. સમાચાર એજન્સીને આપેલા ડ્રાફ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના પર કાબૂ, WHOએ કરી પ્રશંસા, જાણો શું કહ્યું?
તપાસ રિપોર્ટમાં ઘણા આશાસ્પદ સવાલોના જવાબ આપવામાં આવ્યા નથી. આ ટીમે પ્રયોગશાળામાંથી કોરોના વાઇરસનો ફેલાવો થયો છે, એ મુદ્દાને છોડીને અન્ય તમામ મુદ્દાઓ પર આગળ તપાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રિપોર્ટને જાહેર કરવામાં સતત મોડુ કરવામાં આવી રહ્યું છે. જે કારણે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, ક્યાંક ચીની પક્ષ પોતાનો પ્રભાવ WHOની તપાસ ટીમ પર પાડવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યો છે, જેથી કરીને ચીનને કોરોના ફેલાવવા માટે જવાબદાર ન ઠેરવવામાં આવે. WHOના એક અધિકારીએ ગત સપ્તાહના અંતમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, ટૂંક સમયમાં તેમની ટીમ તપાસ રિપોર્ટ જાહેર કરશે.
આ પણ વાંચો - કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હતા WHO ના પ્રમુખ, ટ્વિટ કરી આપી જાણકારી