રિયાધ: આખી દુનિયા કોરોના વાઈરસ સામે લડી રહી છે. પછી ભલે તે સામાન્ય માણસ હોય કે કોઈ ખાસ કોઈ પણ આ વાઈરસથી બચ્યું નથી. સાઉદી અરેબિયામાંં રાજવી પરિવારના 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઈસોલેશનમાં છે.
શાહી પરિવારની સારવાર કિંગ ફૈઝલ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાય હોસ્પિટલમાં 500 વધારાના બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે ત્યાં કોરોનાનું જોખમ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.
આ બાબતે હોસ્પિટલે માહિતી આપી હતી કે, દેશભરમાં આવતા વીઆઈપી દર્દીઓ માટેની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. કારણ કે તેમને ખબર નથી કે કોરોના વાઈરસના કેટલા કેસો તેમની પાસે આવશે.