- ચીનમાં કોરોનાના કેસમાં ફરી સ્પીડ વધી
- ચીનમાં 75 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે
- કોવિડના કેસ વધતા ચીન ફરી લોકડાઉન લાગુ કર્યું
હોંગકોંગઃ ચીનમાં કોવિડ-19(covid-19 in China)ના વધતા જતા કેસ વચ્ચે દેશે ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરી છે. છેલ્લા અઠવાડિયામાં દેશમાં 11 પ્રાંતોમાં 100થી વધુ કેસ નોંધાયા છે.
નેશનલ હેલ્થ કમિશન મી ફેંગે કહ્યું...
નેશનલ હેલ્થ કમિશન (NHC)ના પ્રવક્તા મી ફેંગે(Mi Feng) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 17 ઓક્ટોબરથી ચીનના ઘણા ભાગોમાં ચેપ ફેલાતો જોવા મળી રહ્યો છે અને તે ઝડપથી વધી રહ્યો છે.
મી ના અનુસાર, ચીનની લગભગ 75 ટકા વસ્તીને રસી આપવામાં આવી હોવા છતાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રીતે, ચીનની સરકાર ચેપના ફેલાવાને લઈને ચિંતિત છે અને ચેપને ટાળવા માટે શૂન્ય-કોવિડ નીતિને સખત રીતે અનુસરવાનો આગ્રહ કર્યો છે.
આ પણ વાંચોઃ કોરોનાનો સબકઃ વુહાનમાં હવે જંગલી પ્રાણીઓ ખાવા પર પ્રતિબંધ
આ પણ વાંચોઃ ભારત-ચીન સરહદી વિવાદ: પિનાકા ડ્રેગનને આપશે જવાબ, ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું નામ