ETV Bharat / international

ચીને LAC પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક, જવાબમાં ભારતીય સૈન્ય પણ સતર્ક

author img

By

Published : Jul 1, 2020, 5:45 PM IST

લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલની વાતચીત શરૂ છે. પરંતુ પૂર્વ લદ્દાખમાં ચીન સૈનિક પણ વધારી રહ્યું છે. LAC નજીક ચીને 20 હજાર સૈનિકો વધાર્યા છે. શિનજિયાંગમાં સેનાની ગાડીઓ અને હથિયાર જમા કર્યા છે, તે ભારતની સરહદે 48 કલાકમાં પહોંચાડી શકાય તેમ છે. બીજી તરફ ભારત પણ જવાબી તૈયારી શરૂ કરી છે. એક રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે અહીં બરફવર્ષા શરૂ થાય છે.

ચીને LAC પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક
ચીને LAC પર તૈનાત કર્યા 20 હજાર સૈનિક

નવી દિલ્હી : LAC પર વધી રહેલા તણાવ વચ્ચે ચીને પોતાની તૈનાતી વધારી દીધી છે. ચીન તરફથી સેનાના 20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય સરહદ પર ભારતના સૈન્યએ પણ વળતા જવાબમાં સેનાની તૈનાતી વધારી છે. ભારતીય સેનાના અનુમાન મુજબ, બંને દેશ વચ્ચે ઓક્ટોબર મહીના સુધી તણાવ શરૂ રહી શકે છે.

આ સિવાય ચીની સેનાએ પણ વાહનો અને શસ્ત્રો સાથે 10થી 12 હજાર સૈનિકોને શિનજિયાંગમાં તૈનાત કર્યા છે. સરહદ વિવાદ પર ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરની વાતચીત પણ થઈ હતી.

ભારત ચીનની સૈનાની મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યું છે. છ સપ્તાહથી વાતચીત શરૂ છે પરંતુ ચીન સરહદ ઉપર સૈનિકો અને હથિયોરોને ઘટાડવાના બદલે વધારી રહ્યું છે. તિબ્બતના વિસ્તારમાં ભારત અને ચીનની હંમેશા બે ડિવીઝન (20 હજાર સૈનિક) તહેનાત રહે છે. પરંતુ આ વખતે ચીને આટલા જવાનોની તહેનાતી વધારે કરી છે.

ચીને જો બે ડિવીઝન વધારે તો ભારત પણ આ વિસ્તારમાં બે ડિવીઝન વધાર્યા છે. ટેંક્સ અને બીએમપી-2 ઈન્ફેંટ્રી સાથે કોમ્બેટ વ્હીકલ પણ હવાઈ માર્ગે લવાયા છે. હાલમાં પૂર્વ લદ્દાખમાં સુરક્ષાની જવાબદારી ત્રિશૂલ ઈન્ફેંટ્રી ડિવિઝન પાસે છે. અહીં તેની ત્રણ બ્રિગેડ તૈનાત છે. ચીન ડીબીઓથી ગલવાન અને કારાકોરમ સુધી આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. ભારત પણ અહીં વધુ એક ડિવીઝન તહેનાત કરવાનું વિચારી રહ્યું છે.

પેંગોંગ ત્સો લેકથી થોડા અંતરે ફિંગર 4 વિસ્તાર છે. અહીં ચીનની સેનાનો બેઝ છે. લેકમાં પેટ્રોલિંગ માટે ચીને મોટી બોટ લગાવી છે. ફિંગર 5થી 8 વચ્ચે ચીને રસ્તો પણ બનાવ્યો છે. અહીંથી તે પોતાના સૈનિકોને ભારત સામેના મોરચે ઝડપથી મોકલી શકે છે. લેકની નજીક ચીન મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરી રહ્યું છે.

આ સાથે જ ગલવાન ઘાટી, પેટ્રોલિંગ પોઈન્ટ-15, પૈંગોંગ ત્સો અને ફિંગર એરિયામાં ભારતીય સેનાએ પોતાની તૈનાતી વધારી દીધી છે. ચીનનો સામનો કરવા માટે એક બ્રિગેડ જેટલા સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. આ સાથે જ ભારતીય સેનાએ રણનીતિ માટેના પોઈન્ટ પર પોતાની તૈનાતી વધારી દીધી છે અને ટેન્ક-હથિયારો વગેરે પહોંચાડવામાં આવી રહ્યું છે.

ચીને સરહદ પાર 20,000 જવાનોની તૈનાતી કરી છે. આ સાથે જ ચીને નોર્થન શિનજિયાંગ પ્રાંતમાં પોતાના વધારાના ડિવિઝનને પણ એલએસી પર લાવવાનો નિર્ણય લીધો છે. ચીની સેનાનું વધારાનું ડિવિઝન 48 કલાકમાં ભારતીય પોઝિશન સુધી પહોંચી શકે છે.

એલએસી ખાતે ચીનની તૈનાતી વધ્યા બાદ ભારતે પણ મિરર તૈનાતી કરી છે. ભારતીય સેનાના બે વધારાના ડિવિઝનને એલએસી પાસે તૈનાત કરવામાં આવ્યા છે. જેથી ચીની સેનાના કોઈ પણ છબરડાનો જવાબ આપી શકાય. આ સાથે જ ભારતીય જવાનોને તેઓ વાતાવરણને અનુકૂળ થઈ સુરક્ષા કરી શકે તે માટે જરૂરી તમામ સંસાધનો આપવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ચીનની વધતી તૈનાતી બાદ ભારતીય સેનાએ વધારાની ટેન્ક અને સશસ્ત્ર રેજિમેન્ટને લદ્દાખમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જેથી ચીની સેનાને જડબાતોડ જવાબ આપી શકાય. ટેન્ક અને હથિયારોને ફ્રન્ટલાઈન પર મોકલવામાં આવી રહ્યા છે જ્યાં ભારતીય સૈનિકો ચીની સૈનિકોની સામસામે ઉભા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.