દેશમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સાર્વજનિક સેવાઓમાં આવેલી કમી પર રાષ્ટ્રવ્યાપી વિરોધની નવી લહેર જોવા મળી રહી છે.
ઈરાક ઈન્ડીપેન્ડેટ હાઈ કમિશન ફોર હ્યૂમન રાઈટ્સના એક સદસ્ય અલી અલ બયાતીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરક્ષા દળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 74 લોકો માર્યા ગયા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓના કાર્યાલય પર પ્રદર્શકારીઓએ હુમલો કર્યા બાદ મોટા ભાગે રાજકીય પાર્ટીઓના ગાર્ડ દ્વારા ચલાવામાં આવેલી ગોળીથી થઈ હતી. આ ઉપરાંત અન્ય મોત ટીયર ગેસના કારણે દમ ઘૂંટવાના કારણે થયા છે.
અલ બયાતીએ વધુમાં જણાવ્યું કે, કુલ 3654 પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. જેમાંથી અનેક લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.