પોલીસ સૂત્રો મુજબ બંનેને પંજાબ પ્રાંતના બહાવલપુરમાં અટકાયત કરી કેસ દાખલ કરાયો. તેમની પાસે જરૂરી દસ્તાવેજો નહોતા. પકડાયેલા બે પૈકી એક સોફ્ટવેર એન્જીનિયર હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને આતંકવાદી હુમલો કરવા પાકિસ્તાન મોકલાયો હશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
આ પહેલા ઑગસ્ટમાં પાકિસ્તાના પંજાબ પ્રાંતની પોલીસમાં ડેરા ગાજી ખાન શહેરથી એક ભારતીય જાસૂસની ધરપકડ કરી તેને જાસૂસી એજન્સીને સોંપી દેવાયો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ વણસે તેવી એક ઘટના સામે આવી છે. પાકિસ્તાની સૈન્યએ ગેરકાયદેસર રીતે 2 ભારતીયો પાકિસ્તાનમાં ઘુસ્યા હોવાનું જણાવી તેમની ધરપકડ કરી છે. ઇટીવી ભારતે પોલીસ દસ્તાવેજોની તપાસ કરતાં 14 નવેમ્બરના રોજ પાકિસ્તાનના બહાવલપુરથી હૈદરાબાદના બાબુ રાવ અને મધ્યપ્રદેશના વરીલાલ / સુબી લાલની ધરપકડ કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ ભારતીય નાગરિકો કથિત રીતે ચોલીસ્તાનમાં પાસપોર્ટ અને વિઝા વિના પ્રવેશ કરવા માંગતા હતા. આ દરમિયાન મંડી પોલીસ સ્ટેશન નજીક ધરપકડ કરવામાં આવી હતી. ચોલીસ્તાનની રાજસ્થાનમાં શ્રી ગંગા નગરની સરહદ છે. સ્થાનિક પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર મુજબ ભારતીય નાગરિકો પર પાકિસ્તાનની એક્ટ 1952ની કલમ 334-4 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનની ભારત-પાકિસ્તાન સરહદ પાસે કાંટાળો તાર હોય છે. જ્યારે રણમાં ભારે વાવાઝોડાઓ અને રેતીના ટેકરાઓનો પલટો આવે છે. ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે પાડોશી દેશોના કેટલાક નાગરિકો અજાણતાં સરહદ પાર કરીને આવ્યા હોય. જે આ છેલ્લા કિસ્સામાં પણ નકારી શકાય નહીં. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય આ ઘટના અંગે પ્રતિક્રિયા આપે તેવી શક્યતાઓ છે.
-સ્મિતા શર્મા