ETV Bharat / international

તાલિબાને 150 લોકોનું કર્યું અપહરણ, મોટાભાગના ભારતીયો: સૂત્રો - કાબુલમાં ભારતીયનું અપહરણ થયું

અફઘાનિસ્તાન-તાલિબાન કટોકટી(Afghan-Taliban Crisis) વચ્ચે તમામ દેશો તેમના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, એક ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે કે, તાલિબાનોએ લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીય છે.

તાલિબાને 150 લોકોનું કર્યું અપહરણ
તાલિબાને 150 લોકોનું કર્યું અપહરણ
author img

By

Published : Aug 21, 2021, 1:50 PM IST

  • તાલિબાનોએ કાબુલ એરપોર્ટની બહાર લગભગ 150 લોકોનું અપહરણ કર્યું
  • વિમાન ઇંધણ માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું
  • નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે કાબુલ એરપોર્ટ પર લવાઇ રહ્યા છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદથી મોટાભાગના દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, તાલિબાનોએ કાબુલ એરપોર્ટની બહાર લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીયો છે. જો કે, સૂત્રો દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ સંદર્ભે કોઈ ટિપ્પણી કરી નથી. તે જ સમયે, સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તમામ ભારતીયો સુરક્ષિત છે.

આ પણ વાંચો- 85 ભારતીયોને લઈને એરફોર્સનું જહાજ કાબુલથી રવાના

C-130J પરિવહન વિમાને 85થી વધુ ભારતીયો સાથે કાબુલથી ઉડાન ભરી હતી

શનિવારે, ભારતીય વાયુસેનાનું C-130J પરિવહન વિમાને 85થી વધુ ભારતીયો સાથે કાબુલથી ઉડાન ભરી હતી. આ ઘટના તેના પછી બતાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તાલિબાન લડવૈયાઓએ લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીય છે. શનિવારે અપહરણની ઘટના અંગે અફઘાનિસ્તાનના અનેક મીડિયાએ અહેવાલ આપ્યો છે.

અમેરિકી સેના હજુ પણ કાબુલ એરપોર્ટ પર ઉભી છે

અમેરિકી સેના હજુ પણ કાબુલ એરપોર્ટ પર ઉભી છે, તેથી ભારત સરકાર તેના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે કાબુલ એરપોર્ટ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેઓ સુરક્ષિત રીતે પરત ફરી શકે.

ભારત સરકારના અધિકારીઓ કાબુલમાં ભારતીયને બહાર કાઢવામાં મદદ કરે છે

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું C-130J પરિવહન વિમાને શનિવારે 85થી વધુ ભારતીયો સાથે કાબુલથી ઉડાન ભરી હતી. વિમાન ઇંધણ માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું. ભારત સરકારના અધિકારીઓ કાબુલમાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.

તાલિબાને 150 લોકોનું કર્યું અપહરણ
તાલિબાને 150 લોકોનું કર્યું અપહરણ

આ પણ વાંચો- જાણો અફઘાનિસ્તાનમાં અમેરિકાએ શું ગુમાવ્યું?

ભારત સરકાર અમેરિકી સરકાર સાથે નજીકથી કામ કરી રહી છે

કાબુલમાં ભારતીય વાયુસેનાના પરિવહન વિમાનોની અવરજવરને સરળ બનાવવા માટે ભારત સરકાર અમેરિકી સરકાર સાથે નજીકથી કામ કરી રહી છે. દરમિયાન, તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લા વાસેકે (Ahmadullah Waseq) અફઘાન મીડિયાના કાબુલમાં 150 ભારતીય નાગરિકોના અપહરણના રિપોર્ટને નકાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.