વોશિંગ્ટન: અમેરિકાએ રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ નિમિત્તે વ્હાઇટ હાઉસના ગુલાબ ગાર્ડનમાં એક હિન્દુ પૂજારીએ પવિત્ર વૈદિક શાંતિનો પાઠ કર્યો હતો. આ શાંતિ પાઠ વૈશ્વિક મહામારી બનેલાા કોરોના વાઈરસથી પ્રભાવિત દરેક વ્યક્તિના આરોગ્ય, સલામતી અને સારા આરોગ્ય માટે કરવામાં આવ્યો હતો.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યુ જર્સીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટ આ પ્રસંગે પ્રાર્થના કરવા માટે હાજર અન્ય ધર્મોના નેતાઓ સાથે જોડાયા હતા.
બ્રહ્મભટ્ટે રોઝ ગાર્ડન ફોરમમાં કોવિડ-19 અંગે જણાવ્યું હતું કે, સામાજિક અંતર અને લોકડાઉનનાં આ મુશ્કેલ સમય દરમિયાન લોકોને અશાંત અથવા અશાંતિની અનુભૂતિ થવી તે અસામાન્ય નથી. શાંતિ પાઠ એ એક પ્રાર્થના છે. જેમાં વિશ્વની ખ્યાતિ, સફળતા, નામની વિનંતી કરવામાં આવતી નથી, અથવા તે સ્વર્ગમાં જવાની ઈચ્છા માટે કરવામાં આવતી નથી.
સંસ્કૃતમાં પ્રાર્થના કરતા પહેલા બ્રહ્મભટ્ટે કહ્યું કે, શાંતિ માટે આ એક સુંદર હિન્દુ પ્રાર્થના છે. આ યજુર્વેદથી લેવામાં આવેલી વૈદિક પ્રાર્થના છે. ત્યારબાદ તેમને આ પ્રાર્થનાનો અંગ્રેજીમાં ભાષાંતર કર્યો હતો.
બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ પ્રાર્થના શાંતિની વાત કરે છે. પૃથ્વી અને આકાશમાં, પાણીમાં, ઝાડ અને છોડ પર, પાક પર શાંતિ હોવી જોઈએ. શાંતિથી બ્રહ્મ પર સર્વત્ર શાંતિ હોવી જોઈએ અને ભગવાન આપણને આ શાંતિનો અનુભવ કરાવે. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.
ટ્રમ્પે પ્રાર્થના કરવા માટે બ્રહ્મભટ્ટનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પ્રાર્થના દિવસે અમેરિકા ભયાનક રોગથી ઘેરાયેલું છે. ઈતિહાસમાં પણ અમેરિકનોએ તમામ પ્રકારના પડકારજનક સમયમાં ધર્મ, આસ્થા, પ્રાર્થના અને દૈવી શક્તિ પર આધાર રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ મહિલા મેલાનીયા ટ્રમ્પે કોવિડ-19ને કારણે તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.