ETV Bharat / international

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની એક્ઝિટ, જો બાઈડને કહ્યું- 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિનો અંત - મેરિકી સૈનિક મેજર જનરલ ક્રિસ ડોન્હ્યુ

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી. જોકે, હવે આ સમયગાળો પૂર્ણ થયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની એક્ઝિટ, જો બાઈડને કહ્યું- 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિનો અંત

author img

By

Published : Aug 31, 2021, 8:56 AM IST

  • અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા
  • અમેરિકી સૈનિકોને પરત લાવવા અને નાગરિકો તેમ જ અફઘાનોને કાઢવાનું સૈન્ય મિશન પૂર્ણ
  • અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના કર્યું હતું

વોશિંગ્ટનઃ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા છે. યુએસ જનરલ કેનેથ એફ. મેન્કેઝીએ આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પૂરા થવા અને અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાઢવા માટે સૈન્ય મિશનની સમાપ્તિની જાહેરાત કરીએ છીએ. જનરલે જણાવ્યું હતું કે, અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના કર્યું હતું.

આ પણ વાંચો- કાબુલ એરપોર્ટ પાસે થયેલો રોકેટ હુમલો આતંકીઓએ નહીં, પરંતુ અમેરિકાએ કર્યો હતો: એજન્સી

અફઘાનિસ્તાન છોડવા માગતા દરેક અમેરિકીને મદદ કરવા અમે પ્રતિબદ્ધઃ અમેરિકી વિદેશ પ્રધાન

આ ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજદ્વારી ઉપસ્થિતિને પણ ખતમ કરી દીધી છે અને તે કતારમાં શિફ્ટ થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનના હવાલાથી આ વાત કહી હતી. બ્લિન્કને કહ્યું હતું કે, અમેરિકા દરેક અમેરિકન નાગરિકની મદદ કરવા પ્રતિબદ્ધ છે, જે અફઘાનિસ્તાન છોડવા માગે છે.

  • Now our 20-year military presence in Afghanistan has ended. I want to thank our commanders for their execution of the dangerous retrograde from Afghanistan as scheduled in early morning hours of Aug 31, Kabul time with no further loss of American lives: US President Joe Biden pic.twitter.com/3bsBcHwYPn

    — ANI (@ANI) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જો બાઈડને પોતાના કમાન્ડર્સનો માન્યો આભાર

અમેરિકી સંરક્ષણ વિભાગે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન છોડનારા છેલ્લા અમેરિકી સૈનિક મેજર જનરલ ક્રિસ ડોન્હ્યુ, 30 ઓગસ્ટે સી-17 વિમાનમાં સવાર થયા હતા, જે કાબુલમાં અમેરિકી મિશનના અંતનું પ્રતિક છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડના કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાનથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

  • The past 17 days have seen our troops execute the largest airlift in US history, evacuating over 120,000 US citizens, citizens of our allies, and Afghan allies of the United States: President Joe Biden

આ પણ વાંચો- તમામ પક્ષોએ તાલિબાનનો સંપર્ક કરવો જોઇએ અને માર્ગદર્શન આપવું જોઇએ : ચીન

યુએન સિક્યોરિટી કાઉન્સિલે મોકલ્યો સંદેશ

જો બાઈડને કહ્યું હતું કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલની જોગવાઈ એક સ્પષ્ટ સંદેશ મોકલે છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાનથી આગળ વધવાની અપેક્ષા કરે છે. ખાસ કરીને પ્રવાસની સ્વતંત્રતાને લઈને. તાલિબાને સુરક્ષિત માર્ગ પર પ્રતિબદ્ધતા બતાવી છે અને વિશ્વ તેને પોતાની પ્રતિબદ્ધતાઓ પર યથાવત્ રાખશે. એમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી કૂટનીતિ. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે. તેમના માટે સતત પ્રસ્થાન માટે એરપોર્ટને ફરીથી ખોલવા માટે ભાગીદારોની સાથે સમન્વય સામેલ હશે.

  • Tomorrow afternoon, I will address the people on my decision not to extend our presence in Afghanistan beyond 8/31. It was the unanimous recommendation of the Joint Chiefs and of all of our commanders on the ground to end our airlift mission as planned: US President Joe Biden pic.twitter.com/2nwY4qUAaz

UNSCમાં એક જોગવાઈ કરવામાં આવી હતી

રાષ્ટ્રપતિ જો બાઈડને એ પણ કહ્યું હતું કે, મેં વિદેશ પ્રધાનને કહ્યું હતું કે, તેઓ પોતાના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સમન્વયનું નેતૃત્ત્વ કરે, જેથી કોઈ પણ અમેરિકી, અફઘાન ભાગીદારો અને વિદેશી નાગરિકો માટે સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરી શકાય, જે અફઘાનિસ્તાન છોડવા માગે છે. આમાં આજે પસાર UNSCની જોગવાઈ સામેલ હશે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ભારતની વર્તમાન અધ્યક્ષતામાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર એક જોગવાઈ પસાર કરી હતી, જેમાં માગ કરવામાં આવી છે કે, યુદ્ધ અસરગ્રસ્ત દેશનો ઉપયોગ કોઈ દેશને ડરાવવા કે હુમલો કરવા કે આતંકવાદીઓને સાથ આપવા માટે નહીં કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.