વૉશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ સેનાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા વ્હાઈટ હાઉસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, રાષ્ટ્રપતિ સ્વસ્થ છે. તેનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે.
વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપતિની તબિયત ખુબ જ ખરાબ છે. વ્હાઈટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ માર્ક મીડોજે શનિવારના કહ્યું કે, ડૉક્ટરોના જણાવ્યા મુજબ આગામી 48 કલાક ટ્રમ્પ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હોસ્પિટલમાંથી એક સંદેશ આપતા કહ્યું કે, તેનું સ્વાસ્થ પહેલાથી સારું છે. અમને બધી વસ્તુઓ નોર્મલ કરવા માટે મહેનત કરવી પડશે. મારે ફરી પરત ફરવું પડશે. કારણ કે, અમારે ફરી એક વખત અમેરિકાના મહેમાન બનવું છે.
અમેરિકામાં આગામી મહિનામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી છે, ત્યારે ચૂંટણી પહેલા ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા છે. તેમની રિપબ્લિકન પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.