પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર નાક કપાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્ન પર ભડકી ઉઠ્યા હતા. તેમજ આ અંગે ઈમરાન ખાનને જ ઉલટ સવાલ કર્યો હતો.
ઈમરાન ખાન સાથે પત્રકારોની વાતચીતમાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અનેકવાર પાકિસ્તાની પત્રકારોનો ઉધડો લીધો હતો. એકવાર એક પત્રકારને ત્યાં સુધી કહી દીધું કે શું તેઓ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળનો ભાગ છે.
ટ્રમ્પ અને ઈમરાનની મુલાકાત દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે કશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો સવાલ કર્યો. જેની પર રોષે ભરાયેલા ટ્રમ્પે ઈમરાન ખાનને કહ્યું કે, 'આમના જવા પત્રકારોને લાવો છો ક્યાંથી?'