ETV Bharat / international

ભારતને જરૂરી સહાયતા અને સંસાધનો પહોંચાડવા અમેરિકા સંપૂર્ણ સહયોગ આપશે: બાઈડન - વેક્સિન બનાવવામાં આવશ્યક કાચા માલ

ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક થઈ રહી છે. ત્યારે ભારતને ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ મળવાની શરૂ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતની મદદ અંગે ત્રણ દિવસ બાદ મોઢું ખોલ્યું છે. તેમણે કહ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને કોવિડ-19 સામેની લડાઈમાં જરૂરી સહાયતા અને સંશાધન પહોંચાડવા માટે અમેરિકા સંપૂર્ણ સહયોગ આપશે. આ સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, અમેરિકા ભારતની મદદ માટે રેમડેસિવિરની સાથે અન્ય સામગ્રી પણ મોકલી રહ્યું છે.

ભારતને જરૂરી સહાયતા અને સંસાધનો પહોંચાડવા અમેરિકા સંપૂર્ણ સહયોગ આપશે: બાઈડન

author img

By

Published : Apr 28, 2021, 1:23 PM IST

  • ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર બની ઘાતક
  • વેક્સિન બનાવવાનો કાચો માલ અમેરિકા પહોંચાડશેઃ બાઈડન
  • ભારતે અમેરિકાને ઘણી મદદ કરી હતીઃ બાઈડન

વોશિંગ્ટન (અમેરિકા): ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક થઈ રહી છે. આવા સમયે અમેરિકા ભારતની પડખે ઉભું રહ્યું છે. ભારતમાં કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકા ભારતની મદદ કરવા સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે, વેક્સિન બનાવવામાં આવશ્યક કાચા માલને અમે ભારત મોકલી રહ્યા છીએ. અમેરિકા શરૂઆતમાં જ્યારે કોરોના મહામારીની ઝપેટમાં હતું ત્યારે ભારતે અમારી મદદ કરી હતી.

આ પણ વાંચોઃ કોરોના સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએઃ અમેરિકા

વડાપ્રધાન મોદીએ અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે રાત્રે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકામાં સર્જાયેલી કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ઉપયોગી ચર્ચા થઈ. આ ચર્ચામાં વેક્સિન માટેના કાચા માલ અને દવાઓના પૂરવઠા અંગેની વાત કરવામાં આવી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ અમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ

અમેરિકા ભારતને રેમડેસિવિર સહિતની સામગ્રી મોકલી રહ્યું છે

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને કોવિડ-19 સામેની લડાઈમાં જરૂરી સહાયતા અને સંશાધન પહોંચાડવા માટે અમેરિકા સંપૂર્ણ સહયોગ આપશે. આ સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, અમેરિકા ભારતની મદદ માટે રેમડેસિવિરની સાથે અન્ય સામગ્રી પણ મોકલી રહ્યું છે. અમેરિકામાં કોરોના મહામારીની શરૂઆતમાં ભારત અમારા પડખે ઉભુ રહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.