- બ્રિટનથી ઓક્સિજન સિલિન્ડર લઈ IAF વિમાન ચેન્નઈ પહોંચ્યું
- ભારતમાં કોરોના સામેની લડાઈમાં UK તમામ પ્રકારની મદદ કરશે
- બ્રિટિશ ઓક્સિજન કંપનીએ ભારતને 5,000 ઓક્સિજન સિલિન્ડર આપ્યા
ચેન્નઈ (તમિલનાડુ): ભારતમાં કોરોના સામેની લડાઈમાં હવે UK પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. UK (યુનાઈટેડ કિંગ્ડમ)થી 46.6 લીટરની ક્ષમતાવાળા 450 ઓક્સિજન સિલિન્ડરને લઈને ભારતીય વાયુ સેનાનું એક વિમાન મંગળવારે ચેન્નઈ પહોંચ્યું હતું. ચેન્નઈ કસ્ટમે કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાની ઉડાન બ્રિટનથી 450 ઓક્સિજન સિલિન્ડરની પહેલી બેચને લઈને ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે પહોંચશે.
આ પણ વાંચોઃ ભારતીય વાયુસેના UKના જર્મનીથી ઓક્સિજન કન્ટેનરોની કરે છે હવાઈ પરિવહન
અમે બ્રિટનના આભારી છીએઃ વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ બ્રિટનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેની લડતમાં ભાગીદારીની ક્ષમતા દેખાઈ રહી છે. 450 ઓક્સિજન સિલિન્ડર લઈ જનારું IAF ચેન્નઈમાં આવી પહોચ્યું છે. તે માટે અને ભારતના સમર્થન માટે અમે બ્રિટનના આભારી છીએ.
આ પણ વાંચોઃ ઓક્સિજનની રિફીલિંગ માટે જોધપુરથી બે ખાલી ટેન્કર જામનગર મોકલાયા
UK ભારતને વધુ 1,000 વેન્ટિલેટર મોકલશે
સોમવારે IAFએ બ્રિટિશ ઓક્સિજન કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા 900 ઓક્સિજન સિલિન્ડરની પહેલી બેચનું પ્રસારણ કર્યું હતું. બ્રિટિશ ઓક્સિજન કંપનીએ કોરોનાની બીજી લહેર સામે લડાઈમાં મદદ કરવા માટે ભારતને 5,000 ઓક્સિજન સિલિન્ડર આપ્યા છે. આ ઉપરાંત UKએ રવિવારે જાહેરાત કરી હતી કે, બ્રિટન ભારતીય હોસ્પિટલ્સ માટે વધુ 1,000 વેન્ટિલેટર મોકલશે.